સસરાનું પેન્શન કેટલું? વહુને જાણવાનો સંપૂર્ણ હકઃ સીઅાઈસી

નવી દિલ્હી: કેન્દ્રીય સૂચના અાયોગે પોતાના એક અાદેશમાં કહ્યું કે વહુને અારટીઅાઈ હેઠળ પોતાના સસરાના પેન્શન અંગે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. ભારતીય પોસ્ટ વિભાગે ત્રીજા પક્ષની પર્સનલ બાબત ગણાવતાં અરજીકર્તાને અા જાણકારી અાપવાનો ઇનકાર કર્યો હતો.

માહિતી અધિકારી શ્રીધર અાચાર્યુલુને અેક અાદેશમાં કહ્યું કે તેનાથી ભારતીય પોસ્ટ વિભાગના મુખ્ય માહિતી અધિકારના કાયદા અંગે જાણકારી મળે છે. તેમણે કહ્યું કે અા ખરેખર ખૂબ દુઃખદ છે કે મુખ્ય સૂચના અધિકારીઅે ‘હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ’માં ૨૦૦૫માં થયેલા સંશોધન અંગે જાણવાની જહેમત ઉઠાવી નથી.

હિન્દુ ઉત્તરાધિકાર નિયમ હેઠળ પુત્રો અને વિવાહિત તેમજ અવિવાહિત પુત્રીઅોની સંપત્તિમાં એકસરખી ભાગીદારી હશે અને પુત્રના પરિવાર અેટલે કે પત્ની, પુત્ર અને પુત્રીઅોનો પણ પુત્રના ભાગવાળી સંપત્તિમાં હક હશે. અાયોગે સંબંધિત વિભાગને અરજીકર્તાને માહિતી અાપવાનો અાદેશ અાપ્યો છે અને સાથે સૂચના અધિકારીઅોને કારણદર્શક નોટિસ પણ જારી કરી છે. નોટિસમાં અધિકારીઅોને પૂછવામાં અાવ્યું છે કે તેમને ગેરકાયદે સૂચના અાપવાનો ઇન્કાર કરવા માટે સજા શા માટે ન મળવી જોઈઅે.

મુખ્ય માહિતી અધિકારી અાર. કે. માથુરે સીઅાઈસીના અાદેશોનું પાલન નહીં કરનાર છ મોટા રાજકીય પક્ષોની ફરિયાદો સાંભળવા માટે મોટી બેન્ચની રચના કરી. સીઅાઈસીઅે તેમને અારટીઅાઈ કાયદા હેઠળ લાવવાનાે અાદેશ અાપ્યાે. અા બેન્ચ શ્રીધર અાચાર્યુલુની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યની પેનલનું સ્થાન લેશે, જે ૨૨ જુલાઈ, ૨૦૧૬થી કેસની સુનાવણી કરી રહ્યા છે.

You might also like