પોતાની જ છ વર્ષની દીકરીને પિતાઅે નદીમાં ફેંકી દીધી

મુંબઈ: બદલાપુરમાં એક પિતાઅે તેના મિત્ર સાથે મળીને પોતાની છ વર્ષની દીકરીને નદીમાં ફેંકી દીધી. બાપ દીકરીને નવા શૂઝ અપાવવાની લાલચ અાપીને પોતાની સાથે લઈ ગયો હતો. નસીબ જોગે અા બાળકી પાણીમાં ઊગેલી વનસ્પતિઅોને ચોંટેલી રહી. ત્યાર બાદ ફાયરબ્રિગેડના કારણે બાળકી મોતનાં મુખમાંથી બચી ગઈ.

બદલાપુરમાં વાલીવલી પુલ ખાતે અા ઘટના બની. પિતા દીકરીને સાથે લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન તેણે પુલ પરથી નદીમાં ફેંકી દીધી અને ચાલ્યો ગયો. બદલાપુરના રહેવાસી રમેશ ભોઈઅે અા બાળકીને જોઈ અને ફાયર બ્રિગેડને જાણ કરી. રમેશ એક કન્સ્ટ્રક્શન કંપનીમાં સુરક્ષા ગાર્ડ છે.

અા બાળકીનું નામ એકતા તુલસીરામ સિયાણી છે. તે થાણેના વર્તકનગરમાં રહે છે. એકતાઅે પોલીસને જણાવ્યું કે મારા પપ્પા મને બહાર લઈ જતા હતા તે દરમિયાન તેમના એક ફ્રેન્ડ પણ સાથે હતા. બંનેઅે સાથે મળીને મને નદીમાં ફેંકી દીધી.

છ વર્ષની અેકતાઅે અેમ પણ જણાવ્યું કે પપ્પાઅે મને નવા શૂઝ અપાવવાની વાત કરી હતી. અામ કરીને તેઅો મને તેમની સાથે લઈ ગયા હતા અને ત્યારબાદ નદીમાં ફેંકી દીધી.

ફાયર બ્રિગેડના ચીફ અોફિસર ભાગવત સોનોનોઅે જણાવ્યું કે સવારે ૬.૧૦ વાગે મારા પર ફોન અાવ્યો. નદી લગભગ ૨૫ ફૂટ ઊંડી છે અને નદી ઉપર પુલ ૪૦ ફૂટની ઊંચાઈઅે છે. એક દોરડામાં એર ટ્યૂબ બાંધીને અમે તેને નીચે મોકલી અને ૨૦ મિનિટમાં બાળકીને બચાવી લીધી.

You might also like