હવે પિતા-પુત્રી નહીં, મિત્રો છીએઃ શ્રદ્ધા

અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું કહેવું છે કે ફિલ્મોમાં કામ કર્યા બાદ તેનો પિતા શક્તિ કપૂર સાથેનો સંબંધ બદલાઇ ચૂક્યો છે. તે કહે છે કે હું નાની હતી ત્યારે મારા પપ્પા મોટા ભાગે શૂટિંગમાં વ્યસ્ત રહેતા. હું તેમને બહુ મળી પણ શકતી ન હતી. તેમની સાથે સમય પસાર કરવા હું રાહ જોતી હતી, પરંતુ આજે હું અભિનેત્રી બની ત્યારબાદ અમારા સંબંધોમાં પરિવર્તન આવ્યું છે. પિતા સાથેના મારા સંબંધો પિતા-પુત્રીથી વધીને મિત્રતા તરફ વળ્યા છે. હવે અમે ખૂબ જ સારા મિત્રો બની ગયા છીએ.

એટલું જ નહીં શ્રદ્ધાનું એમ પણ કહેવું છે કે શક્તિ કપૂર તેને ટિપ્સ પણ આપે છે. તે કહે છે કે પપ્પા મને હેલ્થ સાથે જોડાયેલી ટિપ્સ આપતા રહે છે. અમારા ઘરમાં તેમના વોશરૂમમાં એક મોટું જિમ છે, જેમાં ટ્રેડમિલથી લઇને ડમ્બેલ્સ જેવો જિમનો સામાન છે. તેઓ પોતાની હેલ્થ માટે ખૂબ જ જાગ્રત છે અને ઘરમાં મને, મારા ભાઇ અને મમ્મીને એક્સર્સાઇઝ અંગે વારંવાર કહ્યા કરે છે. હેલ્થની વાત આવે ત્યારે તેઓ અમારા બધાની સાથે કડક બની જાય છે. મને ગળી વસ્તુ ખાવાનો ખૂબ જ શોખ છે, પરંતુ હવે પપ્પા મને ગળ્યું ખાવા દેતા નથી, જ્યારે પણ મળે છે ત્યારે મારી એક્સર્સાઇઝ વિશે પૂછતા રહે છે. જો ભૂલથી ક્યારેય મારા હાથમાં કોઇ અનહેલ્ધી વસ્તુ જોઇ જાય તો મને ખખડાવી નાખે છે. •
http://sambhaavnews.com/

You might also like