હત્યાનો બદલો લેવા પિતા-પુત્રે યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

રાજકોટના પોપટપરામાં રહેતા મનોજ વાડેચા નામના યુવાનની જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દિકરાની હત્યાનો બદલો લેવા પિતા-પુત્રે સેન્ટ્રલ જેલ પાસે મનોજને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ અંગે પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મનોજના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મનોજની હત્યા રાજેશ ટેકવાણી અને તેના પુત્ર રાહુલે કરી હોવાનું જાણવા મળ્યું છે. રાજેશના પુત્ર વિશાલની થોડા સમય પહેલા જ મનોજના કૌટુંબિક ભાઇએ હત્યા કરી હતી. જેનો બદલો લેવા મનોજની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.

રેલનગરના ક્રિષ્નાપાર્કમાં રહેતા રાજેશભાઇ ભાઇની હત્યાનો બદલો લેવા રાહુલ ટેકવાણીએ છરીથી હુમલો કર્યો હતો. નિર્દોષ યુવક મનોજની જિંદગીનો અંત આવી ગયો હતો. આરોપીની જાણ થતાં જ પ્ર.નગર પોલીસ વખારે પહોંચી હતી. પોલીસને જોતા જ વખાર પર બેઠેલો રાહુલ બોલ્યો હતો ‘ચાલો સાહેબ’, પોલીસે રાહુલને ત્યાંથી સકંજામાં લઇ તેના મિત્ર સહિત અન્ય બેને પણ ઉઠાવ્યા હતા.

પાંચ મહિના પૂર્વે થયેલી હત્યાના બદલામાં ભોગ લેવાયેલો મનોજ વડેચા ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતો. વિશાલ ટેકવાણીની હત્યાનો બદલો લેવા તેના જ મોટાભાઇ રાહુલે પ્લાન ઘડ્યો હતો. વિશાલની હત્યાના મૂળમાં સંડોવાયેલો વિપુલ વડેચા એક્ટિવા પર નીકળ્યો હતો.

વિપુલને છરીનો ઘા ઝીંકવા રાહુલે છરી સાથે દોટ મૂકી હતી. રાહુલને છરી સાથે દોડતો જોતા જ મનોજે એક્ટિવાની સ્પિડ વધારી હતી અને તે કારણે હુમલાખોર રાહુલ ટાર્ગેટ ચૂક્યો હતો અને છરી મનોજને લાગી હતી. મનોજે એક્ટિવાની સ્પિડ વધારી નહોતો તો કદાચ વિપુલનું ઢીમ ઢળી ગયું હોત.

You might also like