કાર પલટી ખાઇ ખેતરમાં ખાબકી પિતા-પુત્રનાં કમકમાટીભર્યાં મોત

અમદાવાદ: હિંમતનગર-પ્રાંતિજ રોડ પર પિલુદરા ગામના પાટિયા પાસેથી પુરઝડપે પસાર થઇ રહેલી કાર અચાનક પલટી ખાઇ જઇ ખેતરમાં ખાબકતાં સર્જાયેલા અકસ્માતમાં પિતા-પુત્રનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યાં મોત થયા હતા.

મળતી માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર-પ્રાંતિજ હાઇવે પર પિલુદરાના પાટિયા પાસેથી એક કાર સાંજના સુમારે પુરઝડપે પસાર થતી હતી ત્યારે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઇ જઇ બાજુમાં આવેલા ખેતરમાં ખાબકી હતી.

આ કારમાં પાંચ વ્યક્તિ બેઠી હતી જે પૈકી એક યુવાન અને બાર વર્ષના એક બાળકનું માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ઇજાઓ પહોંચતા હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં માર્યા ગયેલા પિતા-પુત્ર હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.

You might also like