કાર પલટી ખાઈ જતાં પિતા પુત્રનું કમકમાટીભર્યું મોત

અમદાવાદ: ધ્રાંગધ્રા નજીક મીઠાનાં રણ વિસ્તારમાં કાર પલટી જતાં પિતા પુત્રના ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હોવાનું જાણવા મળે છે.

અા અંગેની વિગત એવી છે કે ધ્રાંગધ્રા ખાતે રહેતા અને તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રવજીભાઈ જીવણભાઈ જાદવ અને તેના પિતા જીવણભાઈ લક્ષમણભાઈ જાદવ બંને પોતાના પરિવાર સાથે સ્વીફ્ટ કારમાં પાટડીના જીજુવાડા નજીક અાવેલ વાછડા દાદાનાં દર્શન કરવા નીકળ્યા હતા.

દર્શન કરી પરત અાવતી વખતે રણ વિસ્તારમાં ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈ ગઈ હતી જેમાં રવજીભાઈ અને તેના પિતા જીવણભાઈનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે પરિવારના અન્ય સભ્યોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં અાવ્યા હતા. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like