ઊબડખાબડ રસ્તાના કારણે સ્કૂટર પર જતા પિતા-પુત્ર પટકાયા

અમદાવાદ: શહેરના હાટકેશ્વર વિસ્તારમાં બની રહેલા ઓવર‌િબ્રજની બાજુમાં અાવેલા ઊબડખાબડ સર્વિસ રોડ પર ગઇ કાલે સાંજે પડેલા ધોધમાર વરસાદમાં પાણી ભરાઇ ગયાં, જેના કારણે અનેક વાહનચાલકો પટકાયા હતા. વહેલી સવારે એક્ટિવા પર જઈ રહેલા પિતા-પુત્ર પટકાતાં ગંભીર રીતે ઇજા થઇ હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યા હતા.

ગઇ કાલ સાંજથી અંસખ્ય વાહનચાલકો આ રોડ પરથી પસાર થતાં પટકાયા હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે. આજે વહેલી સવારે સીટીએમ વિસ્તારમાં આવેલી સેન્ટ જોસેફ સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતો અભિષેક પાઠક તેના પિતા સાથે સ્કૂલ જઇ રહ્યો હતો ત્યારે રોડ પર પડેલા ખાડાના કારણે તેમનું વાહન સ્લિપ થઇ ગયું હતું, જેના કારણે બન્ને પિતા-પુત્ર રોડ ઉપર પટકાયા હતા. અભિષેક અને તેના પિતાને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

You might also like