બાંગ્લાદેશમાં સુફી ગુરૂ ફરહદ હુસૈન ચૌધરી અને તેમની પુત્રીની હત્યા

ઢાંકા; બાંગલાદેશમાં મોટા સુફી ગુરૂ ફરહદ હુસૈન ચૌધરી અને તેની દતક લીઘેલી પુત્રીની હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા કોના દ્વારા અને કેમ કરવામાં આવી છે તેનું કોઈ કારણ બહાર આવ્યું નથી.

આ ધટના રાજધાનીથી 350 કિલોમીટર દુર દિનાજપુર જિલ્લાની છે. હથિયારઘારી લોકોએ ગોળી મારીને પિતા-પુત્રીનું ગળુ કાપી નાખ્યુ હતું. ચૌધરી મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનપીના નેતા હતા જો કે કેટલાક સમયથી તેઓ નિવૃત જીવન ગાળી રહ્યા હતા. તે રાજકારણ છોડી સુફી સંત બની ગયા હતા. અને ત્યાની એક દરગાહના પ્રમુખ હતા.

બાંગ્લાદેશમાં મોટે ભાગે આવા હૂમલાઓ બાદ આંતકવાદી હૂમલાઓની જવાબદારી લેવા માટે અલકાયદા અને ISISમાં સ્પર્ધા હોય છે. પરંતુ હજી સુધી કોઈએ પણ આ હૂમલાની જવાબદારી લીધી નથી.

પરિવારજનોનું માનવુ છે કે, હત્યા પાછળ કોઈ ધાર્મિક કારણ જવાબદાર હોઇ શકે નહી. પરિવારનાં અનુસાર તેઓ સજ્જન  હતા અને સંભવ છે કે અમુક લોકોને તેમના ઘાર્મિક કાર્યો પસંદ ન હોય. હત્યા પાછળ કોઈ નજીકની વ્યક્તિ પણ હોઈ શકે છે. તપાસથી મોટા ભાગના રહસ્યો ખુલશે.

બાંગલાદેશમાં ધર્મનિરપેક્ષ બ્લોગરો, બુધ્ધીજીવિયો અને વિદેશિયો પર હુમલા વઘ્યા છે. ગયા વર્ષે ઢાંકામાં કૌફેમાં આઈએસ દ્વારા 22 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.

You might also like