અનુરાગ ઠાકુર નહી, પણ વડોદરાના મહારાજા ફતેહસિંહ ગાયકવાડ હતા BCCIના યુવા અધ્યક્ષ

વડોદરા: હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અનુરાગ ઠાકુર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ બની ગયા છે. 42 વર્ષીય અનુરાગ ઠાકુર બીસીસીઆઇના 36મા અધ્યક્ષ છે. આ પહેલાં માત્ર 33 વર્ષની ઉંમરે વડોદરાના સ્વ. મહારાજ ફતેહસિંહ રાવ ગાયકવાડ બીસીસીઆઇના સૌથી યુવા અધ્યક્ષ બન્યા હતા. ફતેહસિંહ બીસીસીઆઇના 12 અધ્યક્ષ હતા.

વડોદરાના રાજા ફતેહસિંહ રાવ ગાયકવાડનો જન્મ 2 એપ્રિલ 1930ના રોજ વડોદરામાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપરાવ અને માતાનું નામ શાંતિદેવી હતું. તે 1957 થી 1962, 1962 થી 1967, 1971 થી 1877 અને 1977 થી 1980 સુધી વડોદરા સાંસદ રહી ચૂક્યા હતા. તે કોંગ્રેસના ઉમેદવાર હતા. આ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય અને મંત્રી પણ રહી ચૂક્યા હતા. તે એમ.એસ.યૂનિવર્સિટીના ચાંસલર પણ હતા. 1980માં તેમણે ‘ધ પેલેસિસ ઓફ ઇન્ડીયા’ પુસ્તક લખ્યું હતું. ફતેહસિંહે પ્રથમ રણજી સીઝનમાં 99 રન બનાવ્યા હતા.

ક્રિકેટરના રૂપમાં ફતેહસિંહ ગાયકવાડે બરોડ ટીમ તરફથી 1946 થી 1958 સુધી રમ્યા. તેમાં પહેલી સીઝનમાં તેમણે 99 રન બનાવ્યા હતા. આ તેમના જીવનનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. તે રાઇડ હેન્ડ બેટ્સમેન હતા. તેમણે રેડિયો પર ક્રિકેટ એક્સપર્ટના રૂપમાં કોમેન્ટ્રી પણ આપી. એટલું જ નહી લંડન એમસીસી ક્રિકેટ ક્લબના ઓનરેરી લાઇફ ટાઇમ મેમ્બર પણ હતા.

વડોદરાના રાજપરિવરના જીતેન્દ્ર સિંહ ગાયકવાડના અનુસાર ફતેહસિંહ ગાયકવાડ બરોડા ક્રિકેટ એસોસિએશનના સૌથી નાની ઉંમરના અધ્યક્ષ બન્યા હતા. ફતેહસિંહ ગાયકવાડ કેપ્ટનના રૂપમાં બરોડાની ટીમ, રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, વિંજી ટ્રોફી, કૂચ બિહાર પણ રમી હતી. તેમણે ભારતીય ક્રિકેટ ટીમ માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ તે રમી શક્યા ન હતા. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વિકેટ લીધી હતી. માત્ર 58 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થઇ ગયું હતું.

You might also like