ગામનું ‘ગંદા’ નામ બદલનારી છોકરીને 100 ગજનો પ્લોટ અપાયો

હિસાર: પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને ફતેહાબાદ જિલ્લામાં રતિયાના ગામ ‘ગંદા’નું નામ બદલીને અ‌િજતનગર કરાવનારી ગામની સાતમા ધોરણમાં ભણતી હરપ્રીતકૌરના પરિવારને ગ્રામપંચાયતે 100 ગજનો પ્લોટ અાપીને સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.

ગામના સરપંચ લખવિન્દ્ર રામે જણાવ્યું કે અા છોકરીનો પરિવાર ગામના કબજાવાળી જગ્યા પર પોતાનું ઘર બનાવીને જીવન વીતાવે છે. પંચાયતે ફેંસલો કર્યો કે હરપ્રીતકૌરને સન્માન અાપવા પંચાયત ગામની કોઈ વ્યક્તિ પાસેથી 100 ગજનો પ્લોટ ખરીદશે, તેનું રજિસ્ટ્રેશન કરાવીને હરપ્રીતકૌરના પરિવારને અાપવામાં અાવશે.

પ્લોટ અને રજિસ્ટ્રીનો તમામ ખર્ચ ગ્રામપંચાયત ઉઠાવશે. િવદ્યા‌િર્થની હરપ્રીતકૌરે પીએમ મોદીને પત્ર લખીને તેમના ગામનું નામ ‘ગંદા’ બદલીને અ‌િજતનગર રાખવાની માગણી કરી હતી. અા ઘટનાની ચર્ચા દેશભરમાં થયા બાદ વિદ્યા‌િર્થનીને વિવિધ સંગઠનોઅે સન્માનિત કરી. ગામનું નામ બદલવાની મંજૂરી સીઅેમ મનોહરલાલે અાપી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી મંજૂરી મળતાં જ ગામનું નામ બદલાઈ જશે.

ઉલ્લેખનીય છે કે હરપ્રીતકૌરે 8 જાન્યુ., 2015ના રોજ પોતાના ગામનું નામ ‘ગંદા’ બદલવા માટે વડા પ્રધાનને પત્ર લખ્યો હતો. તેણે પત્રમાં લખ્યું હતું કે અાદરણીય વડા પ્રધાન અમારા ગામનું નામ ‘ગંદા’ છે. કોઈને કહેતાં અમને શરમ અાવે છે, અમે જ્યાં પણ જઈઅે છીઅે ત્યાં અમારા ગામનું નામ ‘ગંદા’ સાંભળીને લોકો અમારા પર હસે છે. પ્લીઝ, અા નામ બદલી અાપો.
http://sambhaavnews.com/

You might also like