જાડા ન થવું હોય અને હાર્ટની હેલ્થ સારી રાખવી હોય તો વધુ નમક ખાઓ

મોડર્ન ડાયટિશ્યનો સલાહ અાપતા હોય છે કે બને એટલું ઓછું નમક ખાઓ. છ ગ્રામથી વધુ સોલ્ટ લેવાને કારણે હાઈપરટેન્શન, હાર્ટ-ડિસીઝ અને ફલાણા-ઢીંકણા રોગો થાય છે એવી લાંબી યાદીઓ વૈજ્ઞાનિકો રજૂ કરી ચૂક્યા છે. જોકે અા બધાની સામે પડ્યા છે અમેરિકાની સેન્ટ લ્યુક્સ મિડ-અમેરિકા હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના હાર્ટ-સ્પેશ્યલિસ્ટ ડો. જેમ્સ ડીનિકોલોન્ટોનિયો. સોલ્ઠ ફિક્સ નામની બુકમાં તેમણે સોલ્ટ લેવાની હાલમાં પ્રવર્તમાન ગાઈડલાઈન્સને તદ્દન ખોટી ગણાવી છે. તેમની વાતમાનીએ તો ઓછું સોલ્ટ ખાવાને કારણે લોકો વધુ જાડિયા થતા ગયા છે અને તેમની સેક્સલાઈફ પણ ખરાબ થવા લાગી છે. અા ડોક્ટર પોતે કાર્ડિયોવેસ્ક્યુલર સાયન્ટિસ્ટ છે એટલે હૃદય અને રક્તવાહિનીઓ પર ઊંડો અભ્યાસ કરી રહ્યા છે.

You might also like