મેદસ્વી લોકોને કસરત કરવાનો કંટાળો કેમ અાવે છે?

વ્યક્તિ જ્યારે જાડી થઈ જાય છે એ પછી તેને કસરત કરીને ફિટ થવાની જરૂર વધી જાય છે, પરંતુ મેદસ્વી લોકોને કસરત કરવાનો ખૂબ જ કંટાળો અાવે છે. નોર્મલ કે થોડું વજન ધરાવતા લોકોને ફિઝિકલ એક્ટિવિટી કરવાનો એટલો કંટાળો અાવતો નથી જેટલો વધુ વજન ધરાવતા કે મેદસ્વી લોકોને અાવે છે. સંશોધકો કહે છે કે શરીરમાં એક હદ કરતા વધુ ચરબીનો ભરાવો થાય છે ત્યારે મગજમાં ડોપામાઈન રિસેપ્ટર્સમાં પરિવર્તન અાવે છે. શારીરિક મૂવમેન્ટ માટે ડોપામાઈન રિસેપ્ટર્સની પ્રાથમિક ધોરણે જરૂર પડે છે. તેમાં પરિવર્તન અાવવાથી વ્યક્તિને શરીરના હલનચલન માટે મોટીવેશન મળતું નથી અને ફિઝિકલ એક્ટિવિટી ઘટે છે.
http://sambhaavnews.com/

You might also like