ચરબી ઘટાડવા માટે ૧૮ કલાકનો ઉપવાસ કરો અથવા ડિનર સ્કિપ કરો

સ્વસ્થ્ય રહેવું હોય તો બ્રેકફાસ્ટ રાજાની જેમ અને ડીનર ગરીબની જેમ કરવું. અા ખરેખર સાચી વાત છે. તેને નિષ્ણાંતોઅે પણ માન્યતા અાપી છે. અમેરિકાના રિસર્ચ સેન્ટરના નિષ્ણાંતોનું કહેવું છે કે મોડી બપોર સુધીમાં ભોજન કરી લેવું જોઈઅે. અે પછી લગભગ ૧૮ કલાક અેટલે કે બીજા દિવસે બ્રેકફાસ્ટ કરવાનો સમય થાય ત્યાં સુધી કંઈ ન ખાવું. અામ કરવાથી શરીરમાં સંગ્રહાયેલી ચરબી ખૂબ જ ઝડપથી અોગળે છે. અા પદ્ધતિને અર્લી ટાઈમ રિસ્ટ્રીકટેડ ફિડીંગ પદ્ધતિ નામ અપાયું છે. અા થિયરી મુજબ બપોરે બે વાગ્યા સુધી ડીનર કરી લેવું અને બીજા દિવસની સવારના બ્રેકફાસ્ટ સુધી કંઈ ન ખાવું તેથી શરીરના અાંતરિક અવયવો અને કમર ફરતેની ચરબી ઘટશે.

You might also like