Maruti Suzuki Swift: થર્ડ જનરેશન મોડલનું એક મહિનામાં થયું રેકોર્ડ બુકિંગ!

 

This slideshow requires JavaScript.

મારૂતિ સુઝુકીની સ્વિફ્ટ દેશની સૌથી લોકપ્રિય કારમાંથી એક છે. તેનું સૌથી નવુ ન્યૂ જનરેશ મોડલ હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. મારૂતિ સ્વિફ્ટના આ મોડેલે ફરી રેકોર્ડ બનાવી દીધો છે. ખરેખર તો આ નવા સ્વિફ્ટના મોડલને લોન્ચ કર્યા બાદ એક મહિનાની અંદર જ 75 હજારથી વધારે લોકોએ પ્રી-બુકિંગ કરાવ્યું છે.

આ અગાઉ મારૂતિ ડિઝાયરના નામે સૌથી ઓછા સમયમાં સૌથી વધારે યૂનિટસ બુકિંગ કરાવાનો રેકોર્ડ હતો. 12થી 14 અઠવાડિયામાં આ કોમ્પેક્ટ સિડેનની એક લાખ યૂનિટસથી વધારે બુક કરવામાં આવી હતી. મારૂતિ સ્વિફ્ટેના નવા મોડેલ તેની ઘણી નજીક છે. આ મોડેલની બુકિંગ 18 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી.

મારૂતિની આ થર્ડ જનરેશન સ્વિફ્ટમાં કુલ 12 વેરિએન્ટસ આપવામાં આવ્યા છે. જેમાં 6 પેટ્રોલ અને 6 ડિઝલ વેરિએન્ટસ છે. વેરિએન્ટમાં નવા ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ છે. આમાં 1.2 લીટરનું એન્જીન છે જે 6,000 આપીએમ પર 83 બીએચપીનું પાવર અને 4,000 આરપીએમ પર 115 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે.

આ ગાડીના બેઝ મોડલની કિંમત 4.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે તેના ટોપ મોડલની કિંમત 8.29 લાખ રૂપિયાનું છે. આ નવી સ્વિફ્ટને 8 ફેબ્રુઆરીને ઓટો એકસ્પો 2018માં રજૂ કરવામાં આવી હતી.

You might also like