ન્યાયની વ્યાખ્યા ત્યારે જ સાચી ઠરે જ્યારે દરેકને ઝડપી ન્યાય મળે : રાષ્ટ્રપતિ

લખનઉ : રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે અલ્હાબાદમાં હાઇકોર્ટની 150મી જયંતી પર જ્યુડિશિયલ કસ્ટડીમાં સુધારા પર જોર આપ્યું હતું. સમારંભનું ઉદ્ધાટન કર્યા બાદ તેમણે હાઇકોર્ટને મંદિરનો દરજ્જો આપ્યો હતો. રાષ્ટ્રપતિએ આજ અલ્હાબાદ હાઇકોર્ટનાં 150માં વર્ષ પર આયોજીત મુખ્યસમારંભનું ઉદ્ધાટન કર્યું. તેમણે દસ રૂપિયાનાં બે સિક્કા અને બે ડાક ટીકિટ પણ બહાર પાડી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે ન્યાયની વ્યાખ્યા ત્યારે જ સાકાર થઇ શકશે જ્યાસે તમામ વ્યક્તિને ન્યાય મળે અને તે પણ ઝડપી.

વિવાદોનાં ત્વરીત નિકાલ માટે કોર્ટ અને સરકારે સાથે મળીને કામ કરવું જરૂરી છે. કોર્ટમાં ચાલી રહેલા વિવાદોનો નિવેડો લાવવો જરૂરી છે. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે કહ્યું કે દુનિયામાં કોર્ટનું મહત્વ મંદિર સમાન છે. ન્યાયનાં મંદીરમાં લોકોનો વિશ્વાસ ટકી રહે તે જરૂરી છે. ન્યાય વ્યવસ્થા સર્વસુલભ હોવી જોઇએ. જો કે કોર્ટનાં મુદ્દે કેન્દ્ર સરકારનો દ્રઢ સંકલ્પ છે અને આ મુદ્દે ઘણું કામ કરવામાં આવી રહ્યું છે. બાર અને બેન્ચોને પણ સહયોગ માટે આગળ આવવાની જરૂર છે. તેમણે કહ્યું કે દેશની 24 હાઇખોર્ટમાં લાખો કેસ પડતર છે. દેશની વસ્તીનો છઠ્ઠો હિસ્સો અલ્હાબાદ હાઇકોર્ટનાં ન્યાયક્ષેત્રમાં આવે છે.

તેમણે કહ્યું કે દેશનાં પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે હાઇકોર્ટની નવી વિંગ ચાલુ કરી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું કે અલ્હાબાદે દેશને ઘણી મહાત હસ્તીઓ આપી છે. અહીં આવીને હું મારી જાતને ધન્ય અનુભવી રહ્યો છું. આ શહેરે દેશને પહેલા વડાપ્રધાન આપ્યા. અહીંથી જ નહેરૂ પરિવારની શરૂઆત થઇ અને અહીંથી જ ઇન્દિરા ગાંધી જેવું વ્યક્તિત્વ વિકાસ પામ્યું. અલ્હાબાદ હાઇકોર્ટનાં ગૌરવશાળી ઇતિહાસનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે પંડિત મદન મોહન માલવીય, મોતીલાલ નેહરૂ, તેજ બહાદુર સપ્રૂ, કેએન કાટજુ જેવા વિદ્વાનોનું આ કર્મક્ષેત્ર રહ્યું છે.

You might also like