ઉપવાસ કરવાથી ફેટી લિવર ડિસીઝમાં ફાયદો થઈ શકે

ફેટી લિવર ડિસિઝના કારણે લિવરની કામગીરી ખોરવાઈ જતી હોય છે. અાવા સમયે ઉપવાસ કરવાથી ફાયદો થાય છે. તેનાથી લિવરમાં જમા થયેલી ચરબી ઓગળવાનું શરૂ થાય છે. જર્મનીના સંશોધકોનું કહેવું છે કે જ્યારે શરીરનો કેલેરી ઈન્ટેક ઘટાડી દેવામાં અાવે ત્યારે લિવરમાં સંઘરાયેલી ચરબી વપરાય તે માટે ખાસ પ્રકારનું પ્રોટીન પેદા થાય છે. અા પ્રોટીનના લીધે લિવરમાં સંઘરાયેલા ફેટી એસિડનું પાચન સરળ બને છે. તેમ કરવાથી શુગરનું એનર્જીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા સરળ બને છે અને ચયાપચયની ક્ષમતા સુધરે છે.

You might also like