પ્રેગ્નન્ટ વુમનમાં ફેશનનો અનોખો ટ્રેન્ડ

આપણી સંસ્કૃતિમાં ‘સુ-વાવડ’ એટલે ‘સારા સમાચાર’ ‘ખુશીના સમાચાર’ એવું કહેવાય છે. આ ખુશીના દિવસોમાં કોઈ સગર્ભા પોતાના પહેરવેશને લઈને ઉદાસ રહે તે યોગ્ય નથી. વૉર્ડરોબમાં કપડાંનો ઢગલો હોય તો પણ શું પહેરવું તેની મૂંઝવણમાં રહેતી હોય છે. ડિઝાઈનરો કહે છે, આ દિવસોમાં મહિલાઓએ સાડીને બાયબાય કહી ગાઉન, ડંગરીને વેલકમ કર્યું છે.

પ્રેગ્નેન્સીના શરૂઆતના ત્રણ મહિના સુધી બોડીમાં કોઈ ખાસ ચેન્જીસ આવતા નથી. કોઈ ફંક્શન હોય ત્યારે પ્રેગ્નન્ટ લેડી સાડી-ડ્રેસમાં જોવા મળતી. એ સિવાય સીમંતમાં પણ સાડી જ પહેરતી. હવે પ્રેગ્નેન્સી હોય તો શું થઈ ગયું, તેઓ સ્ટાઇલિશ કપડાં જ પહેરવાનું પસંદ કરે છે. આપણે એક જ વાત વિચારીએ છીએ કે સગર્ભાએ આ ન પહેરવું જોઈએ અને તે ન પહેરવું જોઈએ? તેમને પણ સ્ટાઇલિશ કપડાં પહેરવાનો એટલો જ હક છે જેટલો નૉર્મલ લેડિઝને છે. કેટલીક પ્રેગ્નન્ટ મહિલા ફૅશન ડિઝાઇનર પાસે ખાસ કપડાં સીવડાવે છે.

કેવાં કપડાં પહેરવાં?
સ્કર્ટ્સ ઃ પ્રેગ્નન્ટ લેડિઝને સ્કર્ટ બહુ આરામદાયક લાગે છે. પેન્સિલ સ્કર્ટ , ની-લેન્ગ્થ અને લૉન્ગ સ્કર્ટ પહેરી શકે છે. સ્ટ્રાઇપવાળાં, ફ્લાવર પ્રિન્ટ, જ્યોમેટ્રિકલ પ્રિન્ટનાં સ્કર્ટ પર લૉન્ગ ટૉપ પહેરી શકાય.

ગાઉન ઃ કોઈ પાર્ટીમાં જવું હોય તો ગાઉન પહેરી કમ્ફર્ટ ફિલ કરી શકે છે. ગાઉનમાં ઑફશોલ્ડર ગાઉન, વન-શોલ્ડર ગાઉન, સ્લીવલેસ ગાઉન વગેરે પૅટર્ન ટ્રાય કરી શકાય. ગાઉન સાથે સ્કાર્ફ પહેરવાથી તમારો લુક પણ બદલાઈ જશે. ગાઉન સિવાય જમ્પ સૂટ, લૂઝ ટૉપ મૅક્સી, હૉરિઝોન્ટલ સ્ટ્રાઇપ્સમાં તમને ડંગરી, ટૉપ, વનપીસ પણ સારો ઑપ્શન છે.

કલર-ફૅબ્રિક ઃ તમે કલર બ્લૉકિંગ કુરતાં, ટી-શર્ટ, ટૉપ પણ પહેરી શકો છો. પ્રેગ્નન્ટ લેડિઝને બ્રાઇટ કલરનાં કપડાં પહેરવાં બહુ ગમે છે. પ્રેગ્નન્ટ લેડિઝે સૉફ્ટ ફૅબ્રિક પહેરવાં જોઈએ જે તેમને કૂલ ફિલ કરાવે છે. સૉફ્ટ ફૅબ્રિકમાં જ્યૉર્જેટ, શિફૉન, રૉ-સિલ્ક, લાયક્રા, શાટિન, બટર ક્રેપ, નેટેડ પ્રિન્ટ, નેટનું ફૅબ્રિક, કૉટન જેવાં મટીરિયલનો સમાવેશ થાય છે. એ સિવાય થિક ફૅબ્રિકમાં ડેનિમ, લેધર પણ પહેરી શકાય.
શહેરમાં આવેલા મેટરનિટી વેર સ્ટોરના મેનેજર મોહનસિંહ કહે છે કે, “અમારા સ્ટોરમાં જન્મેલા બાળકની જરૂરિયાતની વસ્તુઓ તેમજ પ્રેગ્નન્ટ વુમન માટે ડિઝાઈનર વૅર વાજબી દરે મળે છે.

અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષની નીતા પટેલ કહે છે, “અત્યારે મારે પ્રેગ્નેન્સીનો સાતમો મહિનો ચાલે છે. ગરમીના કારણે મને ટાઇટના બદલે લુઝ ફીટિંગનાં કપડાં પહેરવાં વધુ પસંદ છે.”

ટિપ્સ
* પ્રેગ્નેન્સીમાં પગમાં સોજા ચડે, પગ દુખે તો શૂઝ જેવું કમ્ફર્ટેબલ કંઈ જ નથી. પગમાં સોજા ચડવાને લીધે શૂઝ ફીટ લાગે તો રેગ્યુલર ચંપલ કે સૉફ્ટ સ્લીપર પહેરવાં.

* જો તમારે કંઈક અલગ ટ્રાય કરવું હોય તો જમ્પ સૂટ અને પિનાફોર સારો વિકલ્પ છે.

* જો ફુલ લેન્ગ્થની નાઇટી પહેરવી ન ગમતી હોય તો તેને ૩/૪ લેન્ગ્થ પ્રમાણે ઑલ્ટર કરાવી લેવી

* જો તમે લાર્જ સાઇઝના ડ્રેસ પહેરતા હોવ તો એક્સ્ટ્રા લાર્જ સાઇઝનો ડ્રેસ લેવો.

ધ્રુવી શાહ

You might also like