મેકઅપ સીક્રેટ: આવું કરવાથી લાંબા સમય સુધી ટકી રહેશે આપની લિપસ્ટિક

કેટલીક છોકરીઓનાં હોઠ પર લિપસ્ટિક વધુ સમય સુધી ટકી રહેતી નથી અથવા તો ક્યારેક ક્યારેક તેઓની લિપસ્ટિક પણ તૂટી જાય છે. તો આવો આજે આપણે અમે કેટલીક એવી ટિપ્સ આપીશું કે જેની મદદથી આપની લિપસ્ટિક હંમેશા પરફેક્ટ દેખાશે.

લિપસ્ટિક દરેક છોકરી માટે મેકઅપનો સૌથી જરૂરી પાર્ટ છે. આનાં વગર આપનો મેકઅપ પણ અધૂરો છે પરંતુ કેટલીક છોકરીઓની લિપસ્ટિક જલ્દી ખરાબ થઇ જાય છે. કેટલીક છોકરીઓનાં હોઠો પર લિપસ્ટિક વધુ સમય સુધી ટકી શકતી નથી અથવા તો કેટલીક વાર લિપસ્ટિક તૂટી જાય છે.

ત્યારે જો આપ પોતાની કોઇ લાઇટ શેડ લિપસ્ટિકને ડાર્ક કરવા ઇચ્છો છો તો તેનાં માટે અનકે કોટ લગાવવાની જરૂરિયાત નથી. આપ લાઇટ શેડ લાઇનરનો પ્રયોગ કરીને આને ડાર્ક કરી શકો છો. આનાંથી આપની લિપસ્ટિક પણ ફેલાશે પણ નહીં.

લિપસ્ટિક લગાવતા પહેલા ધ્યાનથી આપ આપનાં હોઠ પર સ્ક્રબ કરી લે. આવું કરવાંથી આપની લિપસ્ટિક લાંબા સમય સુધી ચાલશે. અનેક વાર આપની લિપસ્ટિક આપનાં દાંતો પર પણ લાગી જાય છે જે કારણોસર આપે ક્યારેક કોઇ જગ્યાએ શરમમાં પણ મૂકાવું પડે છે.

આનાંથી બચવા માટે આપ લિપસ્ટિક લગાવ્યા બાદ આપની ઇન્ડેક્સ ફિંરને મોંની અંદર લઇ જાઓ અને તેટલાં જ પ્રેશરથી આપની આંળીને મોઢામાંથી બહાર નિકાળો. આનાંથી આપનાં હોઠોમાં અંદરની તરફ લાગેલી બધી જ લિપસ્ટિક નીકળી જશે.

કદાચ જો તમે કોઇ પાર્ટીમાં જઇ રહ્યાં છો અને આપનાં ડ્રેસની મેચિંગ લિપસ્ટિક નથી મળી રહી તો આપે પરેશાન થવાની કંઇ જ જરૂરિયાત નથી. ડ્રેસનાં મેચિંગ આઇશેડો કલરમાં લિપબામ ભેળવીને આપનાં હોઠો પર તેને લિપસ્ટિકની જેમ લગાઓ.

You might also like