આપ લુક ચેન્જ કરવા ઇચ્છતા હોવ તો અપનાવો આ હેર સ્ટાઇલ

આજકાલનાં છોકરાઓ પોતાની ચામડીથી વધુ વાળને લઇને ચિંતિત રહે છે. તેઓ જ્યારે પણ હેરકટ માટે જાય છે ત્યારે તેઓને સૌથી વધારે એ વાતની ચિંતા વધુ રહે છે કે કઇ હેરકટ આ લોકો પર સૌથી વધુ સારી લાગશે અને કઇ નહીં. કેમ કે એવું માનવામાં આવે છે કે આપનાં વાળોની હેરસ્ટાઇલથી જ આપનાં વ્યક્તિત્વની છબિ ઉભી થાય છે. વાળોનું અસલી રહસ્ય તેઓનાં લુકથી નહીં પરંતુ તેઓની અવસ્થાથી માલૂમ થાય છે.

જો કોઇ વ્યક્તિ પોતાનાં લુકને ચેન્જ કરવા ઇચ્છે છે તો તેઓની શરૂઆત પોતાનાં વાળો સાથે કરાય છે. નાના વાળોને બરાબર રાખવા એ બિલકુલ સરળ હોય છે તો આ છે કેટલીક હેરકટ સ્ટાઇલ કે જે આપને બિલકુલ એક નવો લુક આપશે.

આપે ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને તો જોયો જ હશે. તેઓની હેરકટ વઘુ સમયથી છોકરાઓની વચ્ચે વઘુ લોકપ્રિય રહેલ છે. આ હેરકટ તેવાં લોકો પર વધુ શૂટ થાય છે કે જેઓનો ચહેરો ઓવલ શેપમાં છે. આ હેરકટને ધ્યાને રાખીને સમય એક વાતનું ધ્યાન રાખે કે જો આપનાં કાન, નાક અથવા તો માથું જો મોટું છે તો આપનાં માટે આ નથી. કેમ કે આમાં આપનાં વાળ વધુ નાના છે કે જેનાં કારણોસર આપનાં ફીચર વધુ નજરે આવે છે.

સ્પાઇક્સઃ
આ કટ આજકાલનાં છોકરાઓમાં વધુ લોકપ્રિય છે. આપે બ્રાઝીલિયન ફુટબોલર નેમાર જૂનિયરને તો જોયો જ હશે. તેઓની આ હેરકટ વધુ પસંદ કરવામાં આવેલ છે.

સાઇડ શાર્ટ એન્ડ ફ્રન્ટ લૉંગઃ
છોકરાઓ આજકાલ આ હેરકટને વધુ પસંદ કરે છે. જેમાં કિનારી પરનાં વાળ નાના અને ફ્રન્ટનાં એટલે કે આગળનાં વાળ મોટા હોય છે. આ લુક એવાં લોકો પર વધુ સારી લાગતી હોય છે કે જેઓનાં વાળ વેવી હોય છે.

60Sની સ્ટાઇલઃ
આ હેરકટ આપે 60નાં દશકનાં હોલીવુડ એક્ટરોમાં વધુ જોવાં મળશે. આમાં વાળ નાના હોય છે અને વચ્ચેનાં વાળ પાછળની તરફ હોય છે. આ કટ આપને રોયલ લુક આપે છે.

You might also like