મુંબઈ બ્લાસ્ટના આરોપી-દાઉદના સાથી ટકલાની ધરપકડ

1993 મુંબઈ બ્લાસ્ટના આરોપી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સાથી ફારુક ટકલાની દુબઈથી ધરપકડ કરવામાં આવી છે. 1993 બ્લાસ્ટ બાદ 1995માં ફારુક વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ફારુક ટકલા 1993ના બ્લાસ્ટ બાદ ભારતથી ફરાર થઈ ગયો હતો. આરોપી ફારુક ટકલાને એર ઈન્ડિયાની ફ્લાઈટથી મુંબઈ લાવવામાં આવ્યો છે અને તેને સીબીઆઈની ઓફિસમાં લઈ જવાયો છે.

ટકલાને આજે ટાડા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નોંધનિય છે કે 12 માર્ચ 1993માં મુંબઈમાં એક બાદ એક 12 બ્લાસ્ટ થયા હતા. જેમાં 257 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટમાં મુંબઈને 27 કરોડ રૂપિયાની સંપત્તિને નુકશાન પહોંચ્યું હતું.

You might also like