BJP – PDP સરકાર બનાવવા અંગે નિર્ણય કરે અથવા યોજાય ફરી મતદાન : ફારૂક

જમ્મૂ : જમ્મૂ કાશ્મીરનાં પુર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે ભાજપ – પીડીપી ગઠબંધન પાસે સરકાર બનાવવાનું સમર્થન છે. જેથી તેઓ આંતરિક રીતે ચર્ચા કરીને ગુંચવાડો ઉકેલવો જોઇએ. પરંતુ જો બંન્ને પક્ષો વચ્ચે વૈચારિક સમજુતી થઇ શકે તેમ નથી તો વિધાનસભા ભંગ કરીને ફરીથી ચૂંટણી યોજાવી જોઇએ. અગાઉ મીડિયામાં તેવા પણ સમાચારો આવ્યા હતા કે ભાજપ સાથે ગઠબંધન કરીને અબ્દુલ્લા સરકાર બનાવવા માટે તૈયાર છે. જો કે અબ્દુલ્લાએ આ વાતનું ખંડન કર્યું હતું.

જમ્મુ કાશ્મીરનાં પુર્વમુખ્યમંત્રીને કટરમાં પત્રકારોએ પુછ્યું કે જો તેમને રાજ્યમાં સરકાર બનાવવા માટે ભાજપ તરફથી પ્રસ્તાવ મળશે તો તેમની પાર્ટીનું વલણ શું હશે ? જેનાં અંગે તેણે જણાવ્યું કે આવી ઓફર આવે તો નેશ્નલ કોન્ફરન્સ પોતાની કાર્યસમિતીની બેઠકમાં ચર્ચા કરીને આ અંગે નિર્ણય લેશે અને જો તેવી વૈચારિક પરિસ્થિતી સર્જાય તો ભાજપ સાથે ગઠબંધન અંગે પણ વિચાર કરી શકે છે. કારણ કે અમે ક્યારે પણ કોઇ દરવાજો બંધ નથી કરતા. ફારુખનું આ આ વક્તવ્ય તેવા સમયે આવ્યું છે જ્યારે પીડીપી – ભાજપ ગઠબંધનનું ભવિષ્ય અનિર્ણિત છે.

You might also like