મમતાના શપથ ગ્રહણ દરમિયાન ફારૂક અબ્દુલાએ કર્યું રાષ્ટ્રગીતનું અપમાન

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસની પ્રમુખ મમતા બેનર્જીએ શુક્રવારે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરના ઘણા રાજકીય દિગ્ગજો પહોંચ્યા હતા. પરંતુ બંગાળ માટે જશ્નનો માહોલ જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલા માટે પરેશાનીનું કારણ બની ગયો. નેતાજી મંચ પર રાષ્ટ્રગીત દરમિયાન મોબાઇલ પર વાતચીત કરતાં જોવા મળ્યા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો.

રસપ્રદ વાત એ છે કે જ્યારે રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યારે બધા નેતાઓની સાથે ફારૂક અબ્દુલા પણ તેના સન્માનમાં ઉભા થયા હતા, પરંતુ ત્યારે તેમનો ફોન વાગ્યો અને તે કોલ રિસીવ કરી વાતો કરવા લાગ્યા.


જ્યારે આ બધુ ચાલી રહ્યું હતું ત્યારે મંચ પર તેમની બરાબરીમાં લાલૂ પ્રસાદ યાદવ, નાણામંત્રી અરૂણ જેટલી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ હાજર હતા. આ બાબતનો વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાઇ રહ્યું છે કે લાલૂ પ્રસાદની બાજુમાં ઉભેલા ફારૂક અબ્દુલા રાષ્ટ્રગીતની ચિંતા કર્યા વિના ફોન પર વાતો કરી રહ્યાં છે.

You might also like