કાશ્મીરની અશાંતિ પાછળ ફારૂક અબ્દુલ્લાનો હાથ : મુફ્તીનો આરોપ

શ્રીનગર : જમ્મુ – કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાનાં કાશ્મીરની સ્વતંત્રતાના સમર્થનવાળી વાત પર તીખી પ્રતિક્રિયા આપી હતી. મહેબુબાએ વિપક્ષ પર કાશ્મીરમાં લાંબા સમયથી ચાલી રહેલા ઉપદ્રવના કાવત્રા રચવાનો પણ આરોપ લગાવ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યં કે, ગત્ત કેટલાક સમયથી ખીણમાં અશાંતિ દરમિયાન વાહનો પર પત્થર ફેંકવા, શાળાઓમાં આગ લગાવવી અને સુરક્ષાદળોની શિવિરો પર હૂમલા માટે લુખા તત્વો પોતાની મનમર્જી કરતા હતા. ફારૂકના નિવેદનથી સાબિત થાય છે કે સત્તા માટે તેઓ કોઇ પણ હદ સુધી જઇ શકે છે. જો કે ફારૂકે પોતે જ આ પ્રકારની ગતિવિધિમાં સંડોવાયેલા હોવાનો પુરાવો આપ્યો છે.

મહેબુબાએ હવે જ્યારે ખીણની પરિસ્થિતી ફરી સુધરવા લાગી છે તો ફારૂક અબ્દુલ્લાએ ફરીથી પોતાના સમર્થકોને ઉપદ્રવ મચાવવા માટે કહ્યું. તખ્તાપલટ માટે તેઓ કોઇ પણ હદ સુધી જવા તૈયાર છે. લોકોના જીવન સાથે રમી રહ્યા છે. સત્તામાં હતા ત્યારે તેનો પુત્ર અને અગાઉના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પાકિસ્તાન વિરોધી નિવેદનો આપતા હતા. હવે સત્તાની બહાર છે તો અલગ જ ભાષામાં વાતો કરે છે.

You might also like