શાકભાજીના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોએ દર્શાવ્યો વિરોધ

તાપી જિલ્લાના વડામથક વ્યારામાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવો મળતા નથી, પોતાની ઉત્પાદન કિંમત કરતા પણ ઓછા ભાવો મળતા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી રકજગ ચાલી રહી હતી.

ઉલ્લેખનીય છે આ ઘટનાને પગલે આજે ખેડૂતોને જાણ કરાયા વગર વેપારીઓ અને સત્તાધીશો દ્વારા માર્કેટીંગ યાર્ડ બંધ રખાતા મહામહેનતે પોતાનો માલ લઈને આવેલા ખેડૂતો રોષે ભરાયા હતા.

જો કે રોષે ભરાયેલા ખેડૂતોએ વેપારીઓના સ્ટોલને આગ ચાંપી દીધી હતી, જેને લઈને થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું પરંતુ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

You might also like