યુપી સરકારના દેવા માફીનાં પગલાનાં રાહુલ ગાંધીએ કર્યા વખાણ

નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં ખેડૂતોનું દેવુ માફ કરવા મુદ્દે કહ્યું કે આ યૂપીનાં ખેડૂતો માટે આંશિક રાહત છે, જો કે સરકાર દ્વારા યોગ્ય ઉઠાવાયેલુ પગલું યોગ્ય દિશામાં ઉઠાવાયું છે.

રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે આપણે ખેડૂતો સાથે રાજનીતિ ન કરવી જોઇએ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારને વ્યાપક સંકટ મુદ્દે રાષ્ટ્રીય સ્તર પર પગલા ઉઠાવવા જોઇએ. અને રાજ્યો વચ્ચે ભેદભાવ ન કરવો જોઇએ.

રાહુલે કહ્યું કે મને આનંદ છે કે અંતત ભાજપને કારણ જોવા માટે મજબુર કરી શકાયું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ વ્યાપક સંકટ મુદ્દે રાષ્ટ્રીય સ્તર પર પગલા લેવા જોઇએ. કોંગ્રેસ સમગ્ર દેશમાં આ પ્રકારની કાર્યવાહી માટે દબાણ કરી રહ્યું હતું. જે પ્રકારે સંપ્રગ સરકાર સમયે પગલા ઉઠાવાયા હતા.

ભાજપે ચૂંટણી વચનો પુરા કરતા યોગી સરકારે નાના અને સીમાંત ખેડૂતો માટે એક લાખ રૂપિયા સુધીનું દેવુ માફ કરવાનો નિર્ણય લીધો છે. આ દેવુ માફ કરવાથી સરકારને 36 હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે. જો કે 2.15 કરોડ ખેડૂતોને આનો ફાયદો પણ મળશે.

You might also like