VIDEO: અમદાવાદની ફતેહવાડી કેનાલમાં અપૂરતું પાણી છોડાતા ખેડૂતો નારાજ

અમદાવાદઃ શહરેનાં ફતેહવાડી કેનાલમાં અપૂરતું પાણી છોડવાથી ખેડૂતો ભારે નારાજ થયાં છે. સાણંદ વિસ્તારમાં વધારે પાણી છોડવાનો ખેડૂતોઓએ આક્ષેપ પણ કર્યા છે. પૂર્વ ધારાસભ્યનાં વિસ્તારમાં વધુ પાણી છોડવાનાં પણ આક્ષેપો કરાયાં છે.

ઓછું પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવાં મળ્યો છે. ત્યારે હવે ધોળકાનાં ખેડૂતોએ સ્વયં પોતે પાણી છોડવાનાં પ્રયાસ કર્યા છે.

ખેડૂતોએ કેનાલનાં દરવાજા ખોલીને ધોળકા તરફ પાણી છોડ્યું છે. ત્યારે હવે ખેડૂતો શનિવારે ભુખ હડતાળ પર ઉતરશે. ચાર તાલુકાનાં ખેડૂતો અને આગેવાનો ભુખ હડતાળ કરશે. જ્યાં સુધી ખેડૂતોને 600 ક્યુસેક પાણી નહીં આપવામાં આવે ત્યાં સુધી ખેડૂતો દ્વારા હડતાળ કરવાની ચીમકી આપવામાં આવી છે.

You might also like