મોડાસા માર્કેટિંગ યાર્ડમાં સરકારે નક્કી કરેલ ઘઉંનો ભાવ ન મળતા ખેડૂતોનો હોબાળો

અરવલ્લીના મોડાસાના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે. ખેડૂતોને ઘઉંના ટેકાના ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોતાનો રોષ પ્રટ કરતા ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમા હોબાળો મચાવ્યો છે.

ખેડૂતોએ હોબાળા વચ્ચે ઘઉંની હરાજી અટકાવી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે ઘંઉના ટેકાના ભાવ નક્કી કર્યાં છે. સરકાર દ્વારા ઘઉંના ટેકાના ભાવ 347 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, ત્યારે મોડાસા માર્કેટિંગ યાર્ડમાં 310ના ભાવે રૂપિયા આપવામાં આવતા ખેડૂતોએ હોબાળો કર્યો છે.

જો કે હાલમાં માર્કેટિંગ યાર્ડ તંત્રે ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. એક તરફ મગફળીના ટેકાના ભાવનો વિરોધ થઈ રહ્યો છે, તેમાં ઘઉંનો ભાવ પણ ન મળતા ખેડૂતો રોષે ભરાયાં છે.

You might also like