અડદના વેચાણને લઈને નલખેડામાં ખેડૂતો રોષે ભરાયાં

અડદના વેચાણને લઇને નલખેડાની કૃષિ ઉત્પાદન બજારમાં સોમવારે ખેડૂતો રોષમાં જોવા મળ્યા હતા. કૃષિ બજારમાં અઢી કલાક સુધી ખેડૂતોએ ખૂબ જ હોબાળો મચાવ્યો હતો. વેપારીઓના વાહનોમાં તોડફોડ કરી ધમાલ કરી હતી અને ગોડાઉનમાં આગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ વેપારીઓના માલ સામાનને પણ નુકસાન પહોચાડવામાં આવ્યું હતું.

પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોચી ત્યારે ખેડૂતો શાંત થયા હતા. હોબાળાના કારણે તમામ વેપારીઓ કૃષિ ઉત્પાદન બજાર છોડીને જતાં રહ્યા હતા અને બજાર બંધ કરવામાં આવ્યું હતું. બજારના પરિસરમાં ખેડૂતોના પાકનો ભાવ બોલાઇ રહ્યો હતો અને તે સમયે અડદનો ભાવ ન બોલાતા ખેડૂતો નારાજ થયા હતા અને વેપારીઓ વિરુદ્ધ વિરોધ કરીને હોબાળો કર્યો હતો.

You might also like