ગુનેગારોનો અાતંકઃ ખેતમજૂરની કરપીણ હત્યા કરી તેની પત્ની પર સામૂહિક બળાત્કાર

અમદાવાદ: હિંમતનગર નજીક અાવેલા ડેમાઈ-બેરણા ગામની સીમમાં ગુનેગારોએ અાતંક મચાવી એક ખેતમજૂરની કરપીણ હત્યા કર્યા બાદ તેની પત્નીનું અપહરણ કરી તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવાની ઘટના બનતા પોલીસતંત્ર ચોંકી ઊઠ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે હિંમતનગર નજીક અાવેલા ડેમાઈ-બેરણા ગામની સીમમાં અાવેલી એક વાડીમાં પંચમહાલના બાબરોલ ગામનાે રહીશ રાકેશ ડાભી અને તેની પત્ની ખેતમજૂરી કરતાં હતાં અને વાડીમાં બનાવેલી ઓરડીમાં રહેતાં હતાં. ગઈ રાતે ત્રણથી ચાર ગુનેગારો વાડી પર અાવ્યા હતા અને ખાટલામાં ઊંઘી રહેલ રાકેશ પર લોખંડના હથિયારથી હુમલો કરી તેનું ઢીમ ઢાળી દીધું હતું.

ત્યારબાદ તેની પત્નીનું અા ગુનેગારો અપહરણ કરી વાડીથી થોડે દૂર અવાવરૂં જગ્યા પર લઈ ગયા હતા અને ત્યાં જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જો અા વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી અાપી હતી. સવારે બાજુની વાડીવાળાને અા અંગે જાણ થતાં પોલીસને વાકેફ કરવામાં અાવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ડોગ સ્ક્વોડ અને એફએસએલના નિષ્ણાતોની મદદથી સઘન તપાસ અારંભી છે, પરંતુ હજુ સુધી ગુનેગારોનો કોઈ સગડ મળ્યા નથી.

http://sambhaavnews.com/

You might also like