વૈભવી બંગલામાં રહેતાં ખેડૂતનો પોઈન્ટ બ્લેન્ક ગોળી મારી અાપઘાત

અમદાવાદ: ડીસામાં એક વૈભવી બંગલામાં રહેતા ખેડૂતે મિલકત બાબતના ઝઘડાથી કંટાળી જઈ લમણે પોઈન્ટ બ્લેન્ક ગોળી મારી અાત્મહત્યા કરતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

અા અંગેની વિગત એવી છે કે ડીસા ખાતે અાવેલ અાદિનાથ સોસાયટીના વૈભવી બંગલામાં રહેતા સમૃદ્ધ ખેડૂત રાજુભાઈ સૈની ગઈકાલે સાંજે પોતાના બંગલામાં જ લમણા પર રાઈફલ મૂકી ગોળી છોડી અાત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક પહોંચી જઈ લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અાપી હતી. ખેડૂતે અાપઘાત કર્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં અાદિનાથ સોસાયટીમાં લોકોના ટોળેટોળાં ભેગા થયાં હતાં. પોલીસે અાપઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું હતું કે રાજુભાઈ અને તેના પિતરાઈ ભાઈઓ વચ્ચે મિલકત બાબતે છેલ્લા કેટલાક સમયથી ખટરાગ ચાલતો હતો. ઝઘડાનું કોઈ સમાધાન ન થતાં કંટાળી ગયેલા ખેડૂત રાજુભાઈએ અા અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી શરૂ કરી છે.

You might also like