ખેડૂતે તકમરીયાની આધુનિક ખેતી દ્વારા કરી લાખોની કમાણી

અમદાવાદ : આજ કાલ ખેડૂતો પોતાના ખેતરમાં અવનવા પ્રયોગો કરતા નજરે પડે છે તો આવા પ્રયોગો ખેડૂતોને ઘણીવાર સફળતા તેમજ નિષ્ફળતા તરફ ધકેલતા હોય છે અવનવી ખેતીના પાકની લાલચમાં ખેડૂત પોતાની પરંપરાગત ખેતીને ભૂલતો ગયો છે તો આવોજ એક ખેડૂત કે જેણે કરી છે અનોખી ખેતી તો આવો જોઈએ આ અનોખું નામ ધરાવતા પાકને

પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામના ડાહ્યાભાઈ વઢેર નામના ખેડૂતે પોતાના ખેતરમાં તકમરિયા નામના પાકની ખેતી કરી છે. તકમરિયાના છોડને આવજી બાવજી, સર્પગંધા તેમજ અંગ્રેજીમાં બેઝીલ સીડ કહેવામાં આવે છે. આ તકમરિયાના છોડ દેખાવે તુલસીના છોડ જેવા હોય છે કાળા તલ જેવા દેખાતા તકમરિયા બીજ છોડની ઉપર થાય છે. ખેડૂતના મત પ્રમાણે તકમરિયાની ખેતી ઉત્તર ગુજરાતમાં મેં પહેલી વારની કરી છે.

જોકે તેમના ખેતરમાં છુટા છવાયા દેખાતા તકમરિયા ના છોડ હાલ તૈયાર થઇ ગયા છે અને તકમરિયાને આયુર્વેદમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો સરબત તેમજ ઠંડા પીણામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

આ ખેડૂતના દાવા મુજબ તકમરિયાના વીસ કિલોના ભાવ નવ હજારથી માંડી સોળ હજાર સુધીના હોય છે આમતો તકમરિયા ગ મેત્યા ખેતરના સેઢા પર થાય છે અને તેને પિયત ની પણ જરૂર નથી પરંતુ તેને ખેતી તરીકે પહેલી વારનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

તકમરિયા એટલે કે આવજી બાવજી ની ખેતી પર પાટણ જીલ્લા ખેતી નિયામકના જણાવ્યા અનુસાર પાટણ જીલ્લામાં આ ખેતીનું કોઈ અસ્તિત્વ નથી. કારણ કે ગુજરાતમાં આ ખેતી સફળ થઇ હોય તેવું અમારા ધ્યાનમાં નથી આવ્યું.

તો પાટણ પંથકમાં આવી ખેતી કોઈ ખેડૂતે કરી હોય તેમજ એપીએમસી માર્કેટમાં તકમરિયાના પાકનું વેચાણ થતું હોય એવા સંજોગો આપડે જોયા નથી. જેના હિસાબે તેના ભાવનું કોઈ નક્કી કહી શકાય નહિ આમ આ ખેડૂતના દાવાને પાટણ જીલ્લા ખેતી નિયામક પટેલ દ્વારા ખોટો સાબિત કર્યો હતો.

You might also like