ફાર્મ હાઉસના ત્રણ સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો શસ્ત્ર હુમલો

અમદાવાદ: સાણંદના અણદેજ ગામની સીમમાં અાવેલા એક ફાર્મ હાઉસ પર જમીનના કબજાની તકરાર બાબતે ટોળાએ ફાર્મ હાઉસના ત્રણ સિક્યોરિટી ગાર્ડ પર ઘાતક હથિયારો વડે હુમલો કરતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા.

અા અંગેની વિગત એવી છે કે અમદાવાદના બિલ્ડર સંકેતભાઈનું અણદેજ ગામની સીમમાં પ્રેરણાઓરા નામનું ફાર્મ હાઉસ અાવેલું છે. અા ફાર્મ હાઉસમાં જોધપુરમાં રહેતા અતુલભાઈ સુરેશચંદ્ર ઉપાધ્યાયની સિક્યોરિટી રાખવામાં અાવેલી છે. ગઈ કાલે સાંજે અણદેજ ગામના ૨૦ વધુ શખસો ફાર્મ હાઉસ પર અાવ્યા હતા અને ફાર્મ હાઉસ ઉપર ફરજ બજાવતા ત્રણ સિક્યોરિટી ગાર્ડના જવાનો સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ અા લોકો સિક્યોરિટી ગાર્ડ પર હથિયાર સાથે તૂટી પડતાં નાસભાગ મચી ગઈ હતી. અા ઘટનામાં ગંભીરપણે ઘવાયેલા ત્રણેય સિક્યોરિટી ગાર્ડ સારવાર હેઠળ છે. પોલીસે ખૂનની કો‌િશશનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like