જાસપુર નજીક ફાર્મ હાઉસમાં જુગાર રમતા રર ઝડપાયા

અમદાવાદ: શ્રાવણ મહિનામાં જુગાર રમવાના શોખીન પોલીસની નજરથી બચવા અમદાવાદની બહાર આવેલા ફાર્મ હાઉસમાં જુગાર રમવા જતા હોય છે અને આવા જ એક ફાર્મ હાઉસ ઉપર પોલીસ વોચ રાખતી હોય છે. સાંતેજના જાસપુર ગામ પાસે આવેલ શિલ્પગ્રામ ફાર્મ હાઉસમાં જુગાર રમતા રર અમદાવાદીઓને ગાંધીનગર એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૧.પ૩ લાખ, ર૮ મોબાઇલ અને વાહનો મળી કુલ ૪૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ-ગાંધીનગરની આસપાસ આવેલા ફાર્મ હાઉસમાં શ્રાવણિયો જુગાર રમાતો હોઇ પોલીસ દ્વારા તેના પર સતત વોચ રહેતી હતી. ગઇ કાલે ગાંધીનગર એલસીબીની ટીમને બાતમી મળી હતી કે સાંતેજના જાસપુર ગામ પાસે આવેલા શિલ્પગ્રામ ફાર્મમાં મોટાપાયે જુગાર ખેલાઇ રહ્યો છે, જેના આધારે પોલીસે ફાર્મ હાઉસ ઉપર દરોડો પાડી રર જેટલા જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા.

આરોપી જયપ્રકાશ પટેલનું આ ફાર્મ હાઉસ ભાગીદારીમાં હતું અને અમદાવાદથી લોકોને ફાર્મ હાઉસમાં બોલાવી જુગાર રમાતો હતો. ઝડપાયેલા આ જુગારીઓ થલતેજ, સોલા, વસ્ત્રાપુર અને ઘાટલોડિયા જેવા પોશ વિસ્તારમાં રહેતા વેપારી અને નોકરિયાત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે રોકડા રૂ.૧.પ૩ લાખ, ર૮ મોબાઇલ, રૂ.ર.૭૩ લાખ અને વાહનો રૂ.૪૩ લાખના મળી રૂ.૪૭.૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ
ધરી છે.

You might also like