રાંચરડાના ફાર્મ હાઉસના સ્વિમિંગપૂલમાં બાપુનગરના યુવકનું ભેદી મોત

અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના રાંચરડા ગામમાં આવેલ એક ફાર્મ હાઉસમાં મોડી રાતે ચાલતી એક પાર્ટીમાં બાપુનગરના યુવકનું સ્વિમિંગપૂલમાં ભેદી રીતે મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. યુવકનું મોત ડૂબી જવાથી થયું છે કે પછી કોઇ અન્ય કારણસર થયું છે તે મામલે પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર યુવક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં સ્વિમિંગપૂલમાં નાહવા પડ્યો તે સમયે તેનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. પોલીસે યુવકની લાશ કોલં‌બિયા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે ત્યારે યુવકનાં પરિવારજનોએ લાશને સ્વીકારવાનો ઇન્કાર કરતાં હોસ્પિટલ સંકુલમાં મામલો ગરમાયો છે.

બાપુનગર વિસ્તારમાં આવેલ આનંદ ફ્લેટમાં રહેતો ર‌િવકાંત લેઉવા તેની ઓફિસના સિનિયર દ્વારા અાયોજિત પાર્ટીમાં ગઇ કાલે રાંચરડા પાસે આવેલા અર્જુન ફાર્મ હાઉસમાં ગયો હતો. મોડી રાતે સંખ્યાબંધ લોકો અર્જુન ફાર્મમાં દારૂની મહે‌િફલ માણી રહ્યા હતા ત્યારે ર‌િવકાંતે પણ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. દારૂ પીને લોકો સ્વિમિંગપૂલમાં નાહવા માટે પડ્યા હતા. દરમિયાનમાં ર‌િવકાંત પણ સ્વિમિંગપૂલમાં નાહવા માટે પડ્યો હતો. લોકો મ્યુ‌િઝકના તાલે મસ્તી કરી રહ્યા હતા ત્યારે ર‌િવકાંતનું સ્વિમિંગપૂલમાં એકાએક મોત થયું હતું.

લોકો દારૂના નાશમાં એ રીતે ચકચૂર હતા કે ર‌િવકાંતના મોતની કોઇને જાણ પણ ના થઇ. વહેલી પરોઢે સાડા ચાર વાગ્યા આસપાસ ર‌િવકાંતની લાશને સ્વિમિંગપૂલમાં તરતી જોતાં પાર્ટી માટે આવેલા લોકોમાં માતમ છવાયો હતો. ર‌િવકાંતના મોતની જાણ સાંતેજ પોલીસને થતાં તેઓ તાત્કા‌િલક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ર‌િવકાંતની લાશને બહાર કાઢીને કોલં‌બિયા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

બીજી તરફ ઘટનાની જાણ મૃતક ર‌િવકાંતનાં પરિવારજનોને થતાં તેઓમાં ગમગીની છવાઇ ગઇ હતી. વહેલી સવારે તેઓ કોલં‌બિયા હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને ભારે આક્રોશ સાથે ર‌િવકાંતની લાશને લેવાનો ઇન્કાર કરી દીધો હતો. સાંતેજ પોલીસે આ ઘટનામાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like