ચા વેચનારનો પુત્ર બન્યો ‘Mr. નેશનલ’, પિતા હતા વિરોધમાં

ભોપાલના રહેવાસી ફરહાન કુરૈશીએ ‘મિસ્ટર નેશનલ યુનિવર્સ’ 2018નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ફરહાનને પહેલેથી જ મોડેલિંગનો શોખ હતો, પરંતુ પરિવાર તેના મોડેલિંગનો વિરોધી હતો. જો કે તે પરિવારથી સંતાઈને મોડેલિંગ કરતો હતો.

ફરહાને મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘મારા પિતાજી મોડેલિંગના વિરુદ્ધમાં હતા અને મને કોઈપણ પ્રતિયોગિતામાં ભાગ લેવા દેતા ન હતા. મેં બે વર્ષ સુધી પિતાજી સાથે ચાની દુકાન પર કામ કર્યું છે અને બાદમાં મેં જિમ જોઈન કર્યું હતું અને સાથે જ પર્સનાલિટીના ક્લાસ પણ કર્યા હતા.’

પોતાની મહેનત, લગન અને ઈરાદાના જોર પર ફરહાને મિસ્ટર નેશનલનો એવોર્ડ જીતી લીધો છે. ફરહાનના પિતાજી ભોપાલમાં ચાની દુકાન ચલાવે છે. ફરહાન હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશનું પ્રતિનિધિત્વ કરશે. ભોપાલ પહોંચી ફરહાન પરિવાર અને મિત્રો સાથે ખુશી મનાવી હતી.

 

You might also like