ફરહાન અને અધુનાએ 16 વર્ષ બાદ લીધા છુટ્ટાછેડા

મુંબઇઃ ફાયનલી બોલિવુડ અભિનેતા નિર્દેશક ફરહાન અખ્તરે પત્ની અધુના ભવાની સાથે છુટ્ટાછેડા લઇ લીધા છે. નવેમ્બેર  2016માં તેમણે કોર્ટમાં છુટ્ટાછેડાની અરજી કરી હતી. જેની પર બાંદ્રા ફેમિલી કોર્ટે સોમવારે મંજૂરીની મોહર મારી દીધી છે.  હવે ફરહાન અને અધુના કાયદાકિય રીતે એકબીજાથી અલગ થઇ ગયા છે. અધુના ફહાન કરતા 6 વર્ષ મોટી છે. પરંતુ બંને વચ્ચે આ બાબતે કોઇ જ મુશ્કેલી આવી ન હતી. 15 વર્ષથી બંને સાથે રહી રહ્યાં હતા. ફરહાન અને અધુનાની પ્રથમ મુલાકાત ફિલ્મ દિલ ચાહતા હે દરમ્યાન થઇ હતી.

ફરહાનની ડાયરેક્ટર તરીકે આ પ્રથમ ફિલ્મ હતી. બંને ત્રણ વર્ષ સાથે ડેટિંગ કર્યું હતું. તેઓ તે દરમ્યાન દરેક ઇવેન્ટમાં સાથે જોવા મળતા હતા. ત્રણ વર્ષના ડેટિંગ પછી તેઓ લગ્નના બંધને બંધાયા હતા. બંનને બે પુત્રીઓ છે. ફેમિલી કોર્ટના આદેશ પ્રમાણે બંને પુત્રીઓ અધુના પાસે રહેશે, પરંતુ ફરહાન પાસે સંપૂર્ણ અધિકાર રહેશે કે પોતાની પુત્રીઓને ઇચ્છે ત્યારે મળી શકશે. છુટ્ટાછેડાની અરજી બાદ પણ અધુના અને ફરહાન એક સારા મિત્રો તરીકે જ રહ્યાં છે.

http://sambhaavnews.com/

You might also like