સેન્સરના કારણે વેબ સિરીઝ બનાવતો નથી

ડિજિટલ સ્પેસમાં પોતાની વેબ સિરીઝ ‘ઇનસાઇડ એજ’થી ડેબ્યૂ કરવા જઈ રહેલા અભિનેતા-પ્રોડ્યૂસર ફરહાન અખ્તરનું કહેવું છે કે ફિલ્મો અને ટીવીની સરખામણીમાં ડિજિટલ ફોર્મેટમાં વધુ ક્રિયે‌િટવ સ્વતંત્રતા મળે છે, પરંતુ અહીં હજુ પણ લોકોની પહોંચ સી‌િમત છે. ડિજિટલ ફોર્મેટમાં તમને વધુ ફ્રીડમ મળે છે. તમે અલગ પ્રકારની ભાષાનો ઉપયોગ કરી શકો છો, જોકે તેનો મતલબ અે નથી કે તમે કંઈ પણ બતાવી શકો છો. તમારું કામ તમારી અોળખ હોય છે. તમને ગર્વ હોવો જોઈઅે, પછી તમારે કોઈ પણ પ્રકારની શરમ ન અનુભવવી જોઈઅે. ‘ઇનસાઇડ એજ’નું ડિરેક્શન કરન અંશુમાને કર્યું છે. જ્યારે ફરહાનનું એક્સલ મીડિયા એન્ડ એન્ટરટેઈન્મેન્ટ તેને પ્રોડ્યૂસ કરી રહ્યું છે. અા સિરીઝ એમેઝોન પ્રાઈમ વીડિયો પર પ્રસારિત થશે.

એવું માનવામાં અાવી રહ્યું છે કે ફિલ્મ મેકર હવે ડિજિટલ પ્લેટફોર્મમાં વધુ રસ દાખવી રહ્યા છે, કેમ કે ફિલ્મોમાં ખૂબ જ સેન્સર‌િશપ છે, પરંતુ ફરહાને કહ્યું કે તે સેન્સર બોર્ડના કારણે વેબ સિરીઝ બનાવી રહ્યો નથી. ફરહાને એમ પણ કહ્યું કે અાજકાલ એવા લોકો પણ છે, જે ફિલ્મ જોવા થિયેટર જવા ઇચ્છતા નથી અથવા તેમને ટીવી શો જોવાનું પસંદ નથી. અા ડિજિટલ જનરેશન છે અને અમે તેમના સુધી પહોંચવા ઇચ્છીઅે છીઅે. અમે માત્ર સેન્સર બોર્ડના કારણે વેબ સિરીઝ બનાવતા નથી. ક્રિકેટ પર અાધારિત ભારતની પહેલી એમેઝોન અોરિજિનલ સિરીઝ ‘ઇનસાઇડ એજ’માં વિવેક અોબેરોય, રિચા ચઢ્ઢા, સંજય સૂરી, સયાની ગુપ્તા, સારા જેન ડિયાસ અને તનુજ વિરવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. રિચા ફિલ્મમાં એક અભિનેત્રી અને ટીમની માલિક બની છે. એવો અંદાજ લગાવવામાં અાવી રહ્યો છે કે અા પાત્ર પ્રીતિ ઝિન્ટા પર અાધારિત છે. •
http://sambhaavnews.com/

You might also like