જિંદગી પ્રત્યે હું ખૂબ પોઝિટીવ: ફરહાન અખ્તર

ફરહાન અખ્તર ઇન્ડસ્ટ્રીના એ કલાકારોમાંથી છે, જે બહુમુખી પ્રતિભા તો ધરાવે જ છે, પરંતુ હટકે ફિલ્મો પણ પસંદ કરે છે. ફરહાન લેખક, નિર્માતા, નિર્દેશક, ગાયક અને અભિનેતા પણ છે. તે અત્યાર સુધી ‘દિલ ચાહતા હૈ’, ‘ડોન’, ‘જિંદગી ના મિલેગી દોબારા’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘રોક અોન’ અને ‘દિલ ધડકને દો’ જેવી ફિલ્મો કરી ચૂક્યો છે. ફરહાન દેશની પહેલી પેરાલિમ્પિક મેડલિસ્ટ દીપા મલિકની બાયોપિકનું નિર્માણ કરી રહ્યો છે. ફરહાન કહે છે કે અા એક શાનદાર કહાણી છે. અમને ગર્વ છે કે દીપાઅે અમારા પર વિશ્વાસ કર્યો. હાલમાં અમે તેની કહાણી અને સ્ક્રીન પ્લે પૂર્ણ કરી રહ્યા છીઅે.

તાજેતરમાં ફરહાને એક શર્ટલેસ ફોટો શૂટ કરાવ્યો. તે કહે છે કે અા અેક ફિલ્મ છે, જેના પર વાત ચાલી રહી છે. તે ફિલ્મ માટે મારી શારીરિક બનાવટ શાનદાર હોવી જોઈઅે. મને ફિટનેસ સાથે પ્રેમ છે. જિંદગી પ્રત્યેનો દૃષ્ટિકોણ પણ પોઝિ‌િટવ છે. મારું એનર્જી લેવલ પણ ઊંચું છે. હું વધુ હિંમત અને તાકાત અનુભવું છું. તાજેતરમાં ફરહાને તેની નાની પુત્રી અકીરા સાથે યુરોપમાં રજાઅો ગાળી. તે કહે છે કે મારી પુત્રી સાથેનો મારો તે સમય શાનદાર હતો, કેમ કે મને તેની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો મોકો મળ્યો. પહેલી વાર અમે પિતા-પુત્રી એકસાથે હતાં. અમે પરિવાર સાથે વેકેશન પર જતાં હતાં, પરંતુ તે અલગ સમય હતો. હું અને મારી પુત્રી એકલાં હોઈઅે તેવો સમય પહેલી વાર અાવ્યો. કોઈ સ્કૂલ નહીં, અોફિસ નહીં અને શૂટિંગ પણ નહીં. હું દર વર્ષે મારી પુત્રીઅો સાથે અાવો સમય વિતાવવા ઇચ્છીશ. •

You might also like