સાબુદાણાની કટલેસ

સામગ્રી: 
૪ નંગ બાફેલા બટાકા
પલાળેલા દોઢ ચમચી સાબુ દાણા
૩ ચમચી રાજગરનો લોટ
૨ ચમચી અડું-મરચા ની પેસ્ટ
૨ ચમચી ટોપરાનું ખમણ
અડધી ચમચી શેકેલા જીરા નો પાવડર
૪ ચમચી શેકેલા સિંગ દાણા નો પાવડર
૨ ચમચી બુરું ખાંડ
લીંબુ ના ફૂલ ટેસ્ટ  પ્રમાણે
સ્વાદાનુસાર મીઠું

બનાવવાની રીત: ૪ નંગ બાફેલા બટાકા નો માવો લઇ તેમાં  ૧૫ થી ૨૦ મિનીટ પલાળેલા દોઢ ચમચી સાબુ દાણા , ૩ ચમચી રાજગર નો લોટ, ૨ ચમચી અડું-મરચા ની પેસ્ટ, ૨ ચમચી ટોપરા નું ખમણ, અડધી ચમચી શેકેલા જીરા નો પાવડર, ૪ ચમચી શેકેલા સિંગ દાણા નો પાવડર , ૨ ચમચી બુરું ખાંડ , લીંબુ ના ફૂલ ટેસ્ટ  પ્રમાણે , તથા મીઠું નાખી મિક્ષ કરવું . હવે કટલેસ ના બીબા માં મૂકી કટલેસ બનાવવી પછી કટલેસ ના રેજગ્ર ના લોટ માં રગદોળી ને શેલો ફ્રાય કરવી . હવે સર્વ કરો ગ્રીન ચટણી સાથે.

http://sambhaavnews.com/

You might also like