ફરાળી રોસ્ટી

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ રતાળુ, ૨ નંગ બટાકા, ૨ ટેબલ સ્પૂન ફરાળી લોટ. મીઠું જરૂરિયાત મુજબ, એક ટેબલ સ્પૂન ઝીણાં સમારેલાં મરચાં, તળવા માટે તેલ એક ટેબલ સ્પૂન બટાકા વેફરનો ભૂકો

રીત ઃ સૌ પ્રથમ રતાળુની છાલ ઉતારીને તેના મોટા ટુકડા કરી લેવા અને તેના પર મીઠું નાખી થોડી વાર રાખી મૂકવા. બટાકાની છાલ ઉતારી અધકચરા બાફી લેવા. હવે રતાળુને પણ પાણીથી બરાબર ધોઈને બાફી લો. ત્યારબાદ ફરાળી લોટમાં સહેજ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરવું. નોનસ્ટિક ગરમ કરો, ધીમી આંચ રાખવી. તેમાં બે ચમચી તેલ મૂકવું. હવે તવીમાં છીણીથી એક લેયર બટાકાનું અને એક લેયર રતાળુનું છીણ પાડવું સાથે સહેજ મીઠું અને મરચાંના ટુકડા તેમજ ઉપર તળેલી વેફરનો ભૂકો ભભરાવવો. હવે મિશ્રણની ફરતે ફરાળી લોટનું ખીરું મૂકો. સાથે એક ચમચી તેલ પણ રોસ્ટીની ફરતે મૂકો. હવે સાચવીને તેને ઉથલાવો. થોડું તેલ મૂકી બીજી બાજુ પણ શેકી લો. ગરમગરમ રોસ્ટી રતાળુને કારણે સ્વાદિષ્ટ અને કલરફુલ લાગશે તેને ટૉમેટો કેચપ સાથે સર્વ કરો.

You might also like