ફરાળી બટાકા કોપરાના કોફતા

સામગ્રી:
બાફેલા બટાકા 4 થી 5 નંગ
તાજું પનીર 100 ગ્રામ
કોપરાનું છીણ 100 ગ્રામ
દૂધ 100 ગ્રામ
શિંગોડા નો લોટ 50 ગ્રામ
કોથમીર લીલા મરચા જરૂર મુજબ
રાજગરા નો લોટ 50 ગ્રામ
જીરું 1 ચમચી
ટામેટા 4-5
ખાંડ 2-3 ચમચી
સિંધાલુણ સ્વાદ મુજબ
મરચું જરૂર પુરતું

બનાવવાની રીત : કોફતા બનાવવા માટે બાફેલા બટાકા ને છોલી તેનો છૂંદો કરો. તેમાં પનીર નું છીણ કરી ભેળવો , આમાં શિંગોડા નો લોટ , લીલા મરચા અને કોથમીર , મીઠું અને મરચું ભેળવીને તેના કોફતા વાળો. આ કોફતા ને રાજગરા ના લોટ માં રગદોળી ને પછી તળી લો , બીજી કડાઈ માં 3 થી 4 ચમચા તેલ ગરમ કરી તેમાં સહેજ મીઠું નાખી ટામેટા ની પ્યુરી રેડી ગરમ કરો , તેમાં સિંધાલુણ અને ખાંડ ભેળવો , કોપરા નું છીણ અને દૂધ ઉમેરી ખદખદવા દો. તે પછી કોફતા નાખી ગરમાગરમ ફરાળી કોફતા રાજગરા કે શિંગોડા ના લોટ ની પૂરી સાથે ખાવ.

You might also like