શ્રાવણમાં ઘરેજ બનાવીને ખાવ ફરાળી પિઝા

જ્યારે આપણે ઉપવાસ હોય ત્યારે અવનવી વાનગી ખાવાની ઇચ્છા થતી હોય છે. પરંતુ એમાં કેટલીક લખત સાદું ખાવાનું જ આપણને
મળતું હોય છે. બહારનું ચટપટું ખાવાનું મળતું નથી. પિઝા ખાવાની ઇચ્છા હોય તો આપણે ઉપવાસ પતે એની રાહ જોતા હોઇએ છીએ. તો
આજે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ ફરાળી પિઝાની વાનગી. જે તમને તમારા ઉપવાસમાં મદદ કરશે.

સામગ્રી :
રાજગરાનો લોટ
1 બાઉલ બધા મિક્સ બેલપેપર
2 નાની કાકડી, ટામેટા
લીલી ચટણી
ટમેટાં સોસ
ચીઝ
મીઠુ સ્વાદ અનુસાર
ઓઇલ અથવા ઘી પિઝાનો રોટલો શેકવા માટે

બનાવવાની રીત: પહેલા રાજગરાના લોટમાં મીઠું અજમો નાંખી લોટ બાધી લો. તેને થોડીવાર ઢાંકીને સાઇડમા રાખો. પછી વાસણમા કાકડી
ખમણી લો. પછી તેમા બધા બેલ પેપર નાના નાના કાપી લો. પછી તેમા મીઠું, મરી પાવડર, નાંખી અને સાઇડ રાખો.

હવે, રાજગરાના લોટમાંથી ભાખરી જેવા રોટલા બનાવીને તેને પેનમા ઘી અથવા તેલ સાથે પકાવો. લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી, પછી
ડિશમા નિકાડી ને તેમા લીલી ચટણી લગાવો પછી મિક્સ કરેલ કાકડી બેલ પેપર ઉપર પાથરો અને ચીજ ખમણીને પેન પર રાખી પકાવો. 5
મિનીટ પછી લિલી ચટણી અને ટામેટા સોસ સાથે પીરસો.

http://sambhaavnews.com/

You might also like