આજે ફરાળમાં બનાવો ફરાળી પનીર પકોડા

હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. કેટલાક લોકો આખો શ્રાવણ મહિનો કરે છે તો કેટલાક લોકો ખાલી શ્રાવણના સોમવાર કરે છે. ત્યારે શ્રાવણ મહિનામાં ફરાળમાં શું બનાવું દરરોજ એક એ મોટો પ્રશ્ન બની જાય છે. તો આજે અમે તમારા માટે લઇને આવ્યા છીએ ફરાળી પનીર
પકોડા.

સામગ્રી:
100 ગ્રામ પનીર
1 કપ સિંગોડાનો લોટ
સ્વાદમુજબ ફરાળી મીઠુ અને કાળામરી
1/1 ટી સ્પૂન જીરાનો પાવડર
2 લીલા મરચા (ઝીણા સમારેલા)
2 ટેબલ સ્પૂન લીલા ધાણા
તેલ જરૂર મુજબ

બનાવવાની રીત: પનીરને ચોરસ ટુકડામાં કાપી લો. સિંગોડાના લોટમાં તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરો અને પૂરતા પ્રમાણમાં પાણી નાખીને ઘટ્ટ ખીરુ બનાવી લો. કડાહીમાં તેલ ગરમ કરો. હવે પનીરના ટુકડાને સિંગોડાના ખીરામાં ડુબાવીને ગરમ તેલમાં સોનેરી રંગના તળી લો. સ્વાદિષ્ટ પનીર પકોડા તૈયાર છે. તેને લીલી ચટણીની સાથે ગરમા ગરમ પીરસો.

http://sambhaavnews.com/

You might also like