ફરાળી લોટમાં મકાઈના લોટની ભેળસેળ કરાઈ!

અમદાવાદ: તાજેતરમાં પવિત્ર શ્રાવણ માસ સંપન્ન થયો. અમદાવાદ સહિત રાજ્યભરમાં શ્રદ્ધાળુઓએ ભક્તિસભર રીતે દેવાધિદેવ મહાદેવ તેમજ યોગેશ્વર શ્રીકૃષ્ણની ઉપાસના કરી. અનેકાનેક શ્રદ્ધાળુઓ આખો શ્રાવણ મહિનો એકટાણા-ઉપવાસ કર્યા, પરંતુ શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ઠેસ પહોંચે તેવી વિગત જાણવા મળી છે, જેમાં ભેળસેળખોર તત્ત્વોએ ફરાળી લોટમાં મકાઇના આટાની ભેળસેળ કરીને મોટાપાયે રોકડી કરી લીધી હતી.

મ્યુનિ. કમિશનર મુકેશકુમારના આદેશના પગલે હેલ્થ વિભાગ હરકતમાં આવ્યો હતો.શહેરમાં વેચતા જય શ્રી સ્વા‌િમનારાયણ અને શ્રી સ્વા‌િમનારાયણ ફરાળી લોટના નમૂનાની તપાસમાં આ ફરાળી લોટમાં મકાઇનો આટો પણ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ફરાળી લોટ શિંગોડાનો કે રાજગરાનો હોય છે. ફરાળી લોટમાં મકાઇના લોટની ભેળસેળ કરાતાં તંત્ર દ્વારા વેજલપુરની સુરેશ્વર ફલોર ફેક્ટરી અને નારણપુરાના સ્વા‌િમનારાયણ ટ્રેડર્સ વિરુદ્ધ મેટ્રોપો‌િલટન કોર્ટમાં વિધિવત્ ફરિયાદ દાખલ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

દરમ્યાન અન્ય ત્રણેક નાની-મોટી દુકાનમાં વેચાતા ફરાળી ચેવડાના પેકેટમાં પે‌િકંગ તારીખ, વજન, એક્સપાયરી તારીખ વગેરે ગ્રાહકોપયોગી વિગતો પ્રસિદ્ધ ન કરાતાં તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ક્વાયત આરંભાઇ છે.

You might also like