આ શ્રાવણ મહિનામાં તમે ઘરે બનાવો ટેસ્ટી ફરાળી મૌરૈયાનો પુલાવ

શ્રાવણ મહિનો શરૂ થઇ ગયેલ છે ત્યારે હવે લોકો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરતા હોય છે અથવા તો કેટલાંક ભક્તો માત્ર સોમવાર કરતા હોય છે. ત્યારે જરૂરી છે કે આ સમયમાં લોકો ફરાળી વાનગીઓ જ બનાવતા હોય છે. જેમાં તમે દર સોમવારે કઇ કઇ ફરાળી વાનગી બનાવવી તેની યાદી કદાચ તૈયાર કરી લીધી હશે. ત્યારે આજે અમે તમને બનાવતા શીખવીશું ફરાળી મોરૈયાનો પુલાવ. જાણો કઇ રીતે બનશે આ ફરાળી પુલાવ.

ફરાળી મોરૈયાનો પુલાવ બનાવવાની સામગ્રીઃ
2 મોટી ચમચી- મોરૈયો
એક બટાકું
મગફળી- એક કપ
લીલા મરચાં- બે
ઘી- એક નાની ચમચી
સિંધાલૂણ- સ્વાદ અનુસાર
પાણી- બે કપ
કોથમીર- સજાવટ માટે

મોરૈયાનો ફરાળી પુલાવ બનાવવાની સામગ્રીઃ
સૌ પ્રથમ તમે મોરૈયો તમે લો. તેને સાફ કરો અને બાદમાં તેને 5 મિનીટ સુધી પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ 5 મિનીટ પછી તેની અંદરથી પાણી નિકાળી લો. હવે ધીમા તાપે તમે ઘીને ગરમ કરો. આ ઘી ગરમ થઇ જતાં તેમાં જીરું સાંતડો. ત્યાર બાદ તેમાં મગફળી નાંખો અને તેને ફ્રાય કરો. હવે તેની અંદર લીલાં મરચાં અને બટાકા નાખીને બટાકાને ફ્રાય થવા દો.

હવે જ્યારે આ બટાકા ફ્રાય થઇ ગયા પછી તેની અંદર મોરૈયો નાંખો. ત્યાર બાદ તે મિશ્રણને ધીમે-ધીમે ચમચીથી હલાવો અને તેને 2 મિનીટ સુધી ફ્રાય કરો. ત્યાર પછી તેમાં મીઠું અને પાણી નાંખો. હવે જ્યારે પાણીમાં એક ઉકાળો આવે ત્યાર બાદ તે વાસણને ઢાંકી દો અને ધીમા તાપે તેને 20 મિનીટ સુધી રાંધી નાખો.

આ દરમ્યાન તેમાં વચ્ચે-વચ્ચે સમયાંતરે આ મિશ્રણ હલાવતા રહો. છેલ્લે જ્યારે અંદર રહેલું બધું પાણી બળી જાય એટલે તેને 20 મિનીટ બાદ ગેસને બંધ કરી નાંખો. તો લો હવે આપનાં માટે તૈયાર છે આ મોરૈયાનો પુલાવ. હવે તેને એક ડીશમાં નીકાળીને કોથમીરથી તેને ગાર્નિશ કરો અને તેને ગરમા-ગરમ લોકો માટે સર્વ કરો.

You might also like