ફરાળી દહીંવડાં

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ સૂરણ, ખજૂર-આંબોળિયાંની ચટણી, બે વાટકી દહીં, શેકેલા જીરાનો પાઉડર, લાલ મરચું પાઉડર જરૂર મુજબ, તળવા માટે તેલ, કોથમીર, મીઠું જરૂર મુજબ, મરી પાઉડર એક ચમચી, આદું-મરચાંની પેસ્ટ એક ચમચી, ફરાળી લોટ જરૂરિયાત મુજબ

રીત ઃ સૂરણની છાલ ઉતારી ટુકડા કરી તેના પર મીઠું ભેળવી રાખી મૂકો. થોડી વાર પછી ચોખ્ખા પાણીથી સૂરણને ધોઈ કૂકરમાં બાફી લેવું. ઠંડું થાય એટલે તેને છીણીને માવો તૈયાર કરવો. હવે માવામાં આદું-મરચાંની પેસ્ટ મીઠું અને મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેને ફરાળી લોટમાં રગદોળી લો. ત્યારબાદ તેનાં ચપટાં નાનાં વડાં તૈયાર કરો. હવે વડાંને નોનસ્ટિક તવીમાં તેલ મૂકી ગુલાબી રંગનાં તળી લો. એક ડિશમાં વડાં મૂકી તેના પર મોળું વલોવેલું દહીં, મીઠી ચટણી, કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તેના ઉપર બટાકાનું તળેલું છીણ પણ ઉમેરો, તે ફરાળી વડાંને વધુ ક્રિસ્પી બનાવે છે.

You might also like