ફરાળી કોઇન્સ

સામગ્રી: ૨ ચમચી તેલ, ૧ નંગ કેપ્સિકમ, ૧ નંગ ટામેટું, ૫૦ ગ્રામ પનીર, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૨ ચમચી લાલ મરચું, ૨ નંગ બાફેલા બટાકા, ૧ બાઉલ મોરૈયાનું ખીરું, ૧ ચમચી તલ, મીઠા લીમડાનાં પાન, તેલ વઘાર માટે, મીઠું સ્વાદનુસાર

રીત: સૌપ્રથમ મોરૈયાના લોટમાં જીરું, મીઠું, આદું-મરચાંની પેસ્ટ, ચપટી સોડા ઉમેરી ખીરું તૈયાર કરવું. એક નોનસ્ટિકમાં ૨ ચમચી તેલ મૂકી તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ સાંતળો. ત્યારબાદ ઝીણું સમારેલું ટામેટું ઉમેરો. થોડી વાર બાદ છીણેલું પનીર, આદું-મરચાંની પેસ્ટ, લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરો. હવે તેમાં બાફેલા બટાકાનો માવો ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરો. પૂરણને એક બાઉલમાં ઠંડું થવા દો. ત્યારબાદ એક કૂકરમાં ઇડલીના સ્ટેન્ડમાં તેલ લગાવી મૂકી દો. તેમાં થોડું મોરૈયાનું ખીરું રેડો. ત્યારબાદ તેમાં થોડું તૈયાર કરેલું પૂરણ મૂકો અને ફરી મોરૈયાનું ખીરુંં ઉપર રેડીને ચડવા દો. ૫ાંચથી ૭ મિનિટમાં તૈયાર થઇ જશે. થઇ ગયા બાદ એક ડિશમાં ફરાળી કોઇન્સ મૂકો. હવે વઘાર માટે થોડું તેલ મૂકો. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં તલ અને મીઠા લીમડાનાં પાન ઉમેરો. તૈયાર થયેલો વઘાર કોઇન્સ પર રેડી દો.

You might also like