ઉપવાસમાં બનાવો ફરાળી ભજીયા

સામગ્રી :
ચારથી પાંચ કાચા કેળા
150 ગ્રામ શિંગોડાનો લોટ
લીલા મરચાં(ઝીણાં કાપેલા)
સિંધાલુણ
વરિયાળી
કાળા મરીનો પાવડર
ઘી અથવા તેલ(તળવા માટે)
લીલા ધાણા

બનાવવાની રીત :
સૌ પ્રથમ કાચા કેળાને વચ્ચેથી કાપીને તેને બાફી લો. હવે તેની ઉપરથી છાલ ઉતારીને ગોળ ગોળ નાના કાપી લો. હવે એક વાસણમાં શિંગોડાનો લોટ લઇને તેમાં લીલા મરચાં, વરિયાળી, સિંધાલુણ અને મરચાંનો અથવા કાળા મરીનો પાવડર નાંખો. તેમાં જરૂર પ્રમાણે પાણી રેડીને ખીરૂ તૈયાર કરો.

હવે એક કઢાઇમાં તેલ ગરમ થવા મુકો. તેલ ગરમ થાય એટલે કેળાના ટુકડાને તૈયાર કરેલા શિંગોડાના ખીરામાં ડુબાડીને તળવા માટે તેલમાં નાંખો. ડીપ ફ્રાય કરો. વ્યવસ્થિત તળાઇ જાય એટલે તેને બહાર કાઢીને લીલી ચટણી અથવા તો સોસ સાથે સર્વ કરો.

You might also like