એક્શનની દીવાની દિશા બોલિવૂડમાં સૌથી ફિટ

અભિનેત્રીઓમાંની એક દિશા પટણી સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં એક ટ્રમ્પિઝ આ‌િર્ટસ્ટની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ રોલ માટે તે અભ્યાસ પણ કરી રહી છે. દિશા કોઇ એક્શન ફિલ્મ કરવા ઇચ્છે છે.

તેના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે અન્ય છોકરીઓથી અલગ દિશા એક્શન ફિલ્મોની મોટી દીવાની છે. જ્યારે પણ કોઇ મોટી એક્શન ફિલ્મ રિલીઝ થાય ત્યારે તે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં આ ફિલ્મ જુએ છે.

તે ખુદ આવી કોઇ ફિલ્મનો હિસ્સો બનવા અને બધા સ્ટંટ જાતે કરવા ઇચ્છે છે. ગઇ વખતે તે ફિલ્મ ‘બાગી-૨’માં બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે જોવા મળી હતી. ટાઇગર એક્શન અને સ્ટંટ માટે જાણીતો છે. એ વાત પર કોઇને પણ આશ્ચર્ય નહીં થાય કે સ્ટંટ અને એક્શન માટે દિશાનો લગાવ ટાઇગરને આભારી છે. દિશા હવે એવા જ રોલ કરવા ઇચ્છે છે કે જેમાં કંઇક કરવા જેવું હોય. તે એમ જ ફિલ્મો સાઇન કરવા ઇચ્છતી નથી.

‘એમએસ ધોની’ ફિલ્મથી બોલિવૂડમાં આવનારી આ ૨૫ વર્ષીય અભિનેત્રીનું કહેવું છે કે હું મારી છાપ છોડવા માટે સારી કહાણીઓ સાથે જોડાવા ઇચ્છું છું. મારા માટે ફિલ્મની કહાણી ખૂબ જ મહત્ત્વની છે. હું એવું કંઇ ન કરી શકું, જે મને પસંદ ન હોય. હું એવું દેખાડવા માટે ફિલ્મ નહીં કરું કે હું સક્રિય છું. દિશા ફિલ્મ નિર્માણમાં ઝંપલાવવા ઇચ્છતી નથી.

તે કહે છે કે તેમાં તમારે સો ટકા આપવા પડે છે. જો મને ફિલ્મની કહાણી પસંદ ન હોય તો હું કોઇ કામ ન કરી શકું. દિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે તાજેતરમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે છલાંગ લગાવતી દેખાઇ હતી. આ વીડિયો ૨૭ લાખથી વધુ વાર જોવાયો હતો.

 

Train train❤ @nadeemakhtarparkour88 🤗

A post shared by disha patani (paatni) (@dishapatani) on

તે આ વીડિયોમાં ફ્રંટ ફ્લિપ મારી રહી છે. તેની સાથે તેની કોચ પણ છે.

You might also like