એરપોર્ટ પર ચાહકે કર્યો અભિનેત્રી તબ્બુ સાથે દૂર્વ્યવહાર, બાઉન્સરે કર્યો દૂર

આજે ચર્ચિત કાળા હરણ કેસ મામલે સલમાન ખાન સહિત બાકી આરોપીઓને જોધપુર કોર્ટ સજાની સુનાવણી કરશે. કેસની સુનાવણીને લઇને બધા આરોપીઓ જોધપુર પહોંચી ગયા છે. આ દરમિયાન બોલિવુડની જાણીતી અભિનેત્રી તબ્બુની સાથે એક ચાહકે જોધપુર એરપોર્ટ પર દૂર્વ્યવહાર કર્યો. ત્યારબાદ તબ્બુના બાઉન્સરોએ તે ચાહકને દૂર કર્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર એક ચાહકે સિક્યોરીટી ગાર્ડની અંદર ઘૂસી અભિનેત્રી તબ્બુ સાથે ખરાબ વ્યવહાર કરવા લાગ્યો હતો. જો કે તરત જ તબ્બુના બાઉન્સરો નજીક આવી ગયા હતા અને ચાહકને અભિનેત્રીથી દૂર કર્યો હતો. જો કે આ અંગે તબ્બુએ કોઇ પણ પ્રકારની ફરિયાદ દાખલ કરાવી નથી. જો કે આ ઘટના બાદ તબ્બુ થોડી નર્વસ થઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન કાળા હિરણ શિકાર મામલે મુખ્ય આરોપી છે. 28 માર્ચે આ મામલે સીજીએમ ગ્રામીણ દેવકુમાર ખત્રીની કોર્ટમાં સુનાવણી થઇ હતી. ત્યારબાદ જ્જે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

શું છે કાળા હરણ શિકાર મામલો..
1 ઓક્ટોર 1998ની રાત્રે સલમાન પર કાંકાણીમાં 2 કાળા હરણના શિકારનો આરોપ લગાવામાં આવ્યો છે. ફાયરિંગનો અવાજ સાંભળીને ગામવાળા લોકો ઘટનાએ પહોંચી ગયો હતો. ત્યારબાદ સલમાન પોતાની જીપ્સીમાં સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ અને તબ્બુને લઇને જતો રહ્યો હતો. ગ્રામજનોને 2 કાળા હરણ મરેલા મળ્યા હતા. બંને હરણનુ ગોળી વાગવાથી મોત થયું હતું. સલમાન ખાન પર હરણ પર ગોળી મારવાનો આરોપ તેમજ સૈફ સહિત ત્રણેય કલાકારો પર અભિનેતા ઉશ્કેરવાનો આરોપ છે.

You might also like